|| ગોપજીભાઈ ||

0
186

|| શ્રી ગોપાલો જયતે ||

સેવક ગોકુલ ચંદકો, બ્રમન ગોપજી નાઉં,
દ્વાફા તે દ્રવ્ય લે ચલ્યો, જાત નગર નિજ ધાઉ;
મગકે બીચ ચોરટ મીલે, મારકુ શીર આયે,
સમરન શ્રી મહારાજ જપ, તતછીન રથ દરસાવે;
દુષ્ટિ દર્પ નિવારકે, જન અપુનો સંગ લીને,
પદ પાયો ગુન ગોપજી , અભે આનંદ કીને…૧૧૦

ગોપજીભાઈ જ્ઞાતે બ્રાહ્મણ વૈશ્નવ હતા. અને ધ્રાફા ગામે નિવાસી હતા. તેના મનમાં એમ રહેતું કે મહારાજશ્રી મને દરશન આપે તો તેમને શરણે જાઉં એવી વાત ધ્રાફાના વૈશ્નવ પાસે પણ કરતા.

એક દીવસ ગોપજીભાઈ ધ્રાફાથી પૈસા લઈ નગર જતા હતા. રસ્તામાં તેમને ચોર લોકો મળ્યા. અને ગોપજીભાઈને મારી નાખવા અને પૈસા લઈ જવા તકરાર કરવા લાગ્યા. તે વખતે ગોપજીભાઈએ મહારાજ શ્રી જમુનેશ પ્રભુનું સ્મરણ કરવા માંડયું, અને ધ્યાન કર્યું, તે જ સમયે અંતરીક્ષથી. મહારાજશ્રીની વેલ ચાલી આવે છે અને પોતાના અનંત જુથ સાથે મહારાજશ્રી બીરાજે છે તેવી રીતે ત્યાં પધાર્યા અને ગોપજીને બચાવ્યો અને દુષ્ટ લોકો ચોરી કરવા આવ્યા હતા. તેનો ગર્વ ઉતાર્યો તે લોકો પ્રભુના ચરણમાં પડયા અને વીનતી કરી જે અમોને શરણે લીઓ. પછી ગોપજીને તથા ચોર લોકોને એક ક્ષણમાં નગર પહોંચાડયા.

એ વખતે આપશ્રી નગરમાં બીરાજતા હતા. તેમણે ચોરોને ત્યાં જ નામ નિવેદન કરાવ્યું. ગોપજીભાઈને સેવા પધરાવી આપી. તે સેવા ગોપજીભાઈ સાક્ષાત સ્વરૂપ માની ઘણા જ ઉમંગથી કરવા લાગ્યા. થોડાજ સમયમાં તેમને શ્રી ઠાકોરજી સાનુભાવ જતાવવા લાગ્યા એ ગોપજીભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here