|| શ્રી ગોપાલો જયતે ||
બારાહાઈ બિરદાર, સાર પ્રભુ જસ સાવે,
બીરન સુત શુભ દાસ, જાસ બ્રજને ભરભાવે,
યાહીઘર આનંદકંદ બલભીજન સંગ બાસી,
રાજીત ચૌદશી રાસ, આશ અનિન ઉપાસી;
શ્રવન સુધા મહારાજ મુખ, સુખ બીરખા ભઈ રસ ભીને,
દાસ મુકન જેઠન રાઉ, સુહંસ કન સોન હરીને…૧૨૧
વીરજીભાઈ જ્ઞાતે લોહાણા વૈશ્નવ હતા. તેઓશ્રી બારા ગામે નીવાસી હતા, એમને મહારાજશ્રી ઉપર ઘણો ભર હતો. તેમજ તેમના પુત્રને પણ મહારાજશ્રી ઉપર ઘણો જ ભર હતો.
તેમને ઘેર વૈષ્ણવોનો ઉતારો રહેતો. પાંચ દસ પાતલ સદા તેમને ઘેર રહેતી, જે દીવસ કોઈ વૈશ્નવ ન પધારે તે દીવસ ઘરના બધા પ્રસાદ લેતા નહીં, એટલો બધો વૈષ્ણવ સ્વરૂપનો ભર હતો. તેમણે ચતુરાદશીનો મંડપ કર્યો અને મહારાજશ્રીને પધરાવ્યા.
જુથ ઘણું જ પધાર્યું, આપશ્રીએ કૃપા કરી શ્રી મુખના વચનામૃતનું પાન કરાવ્યું. તે પાન કરી વીરજીભાઈ તથા મકનદાસ તથા જેઠાભાઈ તથા હંસરાજભાઈ તથા કાનજીભાઈ તથા સોનબાઈ તથા હરીબાઈ ઘણા પ્રસન્ન થયા.
મહારાજશ્રીના વાયકનું એ સરવે ભગવદીઓ ભેળા થઈ અહોનીશ ધ્યાન કરતા. એવા પુર્ણ કૃપાપાત્ર વીરજી ભાઈ હતા.
વીરજીભાઈ જમુનાપાન કરી આવ્યા અને તુરંતજ મંડપ કરી લોટી ઉચચાર કર્યો અને પછી પ્રસન્નતાથી સેવ્ય ઠાકુરજીની સેવા કરતા. આપશ્રી ઠાકુરજી તેમને સાનુભાવ જતાવતા.
વીરજીભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો પાર નથી. એવા વીરજી ભાઈને આપણા દંડવત પ્રણામ પોંચે.
((શ્રી ગુણમાલ ભકતમાલ તથા શ્રી પુષ્ટિસંહિતા માંથી ) )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Leave a Reply