|| શ્રી ગોપાલો જયતે ||
લાલન ચિત લલચાય, ગાય પ્રભુ જસ ગાને,
રાજીત ઉર રસ રાય, ટેક ભલી તન તાને;
ઘર પીપરીયા ગાઉં, પ્રેમ પદાંબુંજ પરસે,
રાજનસી શુભ નાઉ, સંબંધી સદા સુખ સરસે;
સેવન સુભગ ગોપેન્દ્ર, ગુન પ્રીતમકે ગાવે,
મોદીત મહારસ રંગ, લાલન લીલ લડાવે…૧૦૧
એ રાજનસી દરજી વૈષ્ણવ હતા. પીપરીયા ગામે નિવાસી હતા. તેમના માથે શ્રી ગોપેંદ્રજીની વસ્ત્ર સેવા બીરાજતી હતી. તેમના સંગી લીલબાઈ હતા તે જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા. તે બંને જણા એક સરખા પ્રેમભાવથી સેવા કરતા.
વૈષ્ણવ 75માં : રાજનસી અને લીલબાઈ
રાજનસી બાઈ દરજી વૈષ્ણવ હતા અને પીપરીયા ગામે નિવાસી હતા. તેમના માથે શ્રી ગોપેંદ્રજીનું વસ્ત્ર સેવન બીરાજતું હતું જે ઠાકુરજી તેઓને સાનુભાવ જણાવતા. તેમના સંગી લીલબાઈ હતા તે જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા. તે બંને એક સરખા પ્રેમભાવ થી સેવા કરતા.
તેઓએ શ્રી જમુનેશ મહાપ્રભુજીને પોતાના ઘરે પધરાવી સર્વ સમર્પણ કર્યું હતું. તેઓને પ્રકટ સ્વરૂપનો ભર ઘણો હતો. બે પાંચ વૈશ્નવ એમને ત્યાં કાયમ રહેતા અને મહા આનંદ વર્તાવતા. તેઓ લૌકીક તદ્દન છોડી અલોકીકમાં જ રહેતા. એ રાજનસી અને લીલબાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તાનો પાર નથી.
આવા રાજનસી બાઈ તથા લીલબાઈને આપણા દંડવત પ્રણામ પોંચે
જય શ્રી ગોપાલ
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Leave a Reply