|| શ્રી ગોપાલો જયતે ||

અત્ય મોહન સુત આવેશ, ગોપેન્દ્ર ગુન ગાયે,
નામ શ્રવન જમુનેશ, મોદીત મહા સુખ પાયે;
સેવન શુભ પદ પંકજ, ભુવન ભલો શુભ ભ્રાજે,
લુબ્ધો મન તેહી રંકજ, શુભ મુખ ગુન સમાજે;
ટેક સદાય જસ તેહકી, આનંદ્યો અતી એહી,
ગોરધન ભટ ગુન ગેહકી, સમર સુધાર્યો સનેહી…૧૦૦

ગોરધન ભટ્ટ, મોહન ભટ્ટ ના દીકરા હતા અને જ્ઞાતે પશ્નોરા બ્રાહ્મણ હતા. તેઓ ગારીયાધાર ગામના નિવાસી હતા અને શ્રી જમુનેશ મહાપ્રભુજીના અનીન ઉપાસી હતા.

તેઓએ મહારાજશ્રી ને પોતાને ઘેર પધરાવી પોતાના બાલ ગોપાલને નામ નિવેદન અપાવ્યું અને મહારાજશ્રી ને સોનાના કડા ભેટ કર્યા.

તેઓએ મહારાજશ્રીના ઘણા પદ ગાયા છે તેઓને માથે મહારાજશ્રી ના ચરણ સેવન બીરાજતા જે તેઓને સાનુભાવ હતા.

તેઓ પોતાના સંગી ધોળીબાઈની સાથે અષ્ટ પહોર સેવામાં જ વ્યતીત કરતા. વળી લૌકીક વહેવાર તુચ્છ ગણી સાક્ષાત ભાવથી સેવા કરતા. એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તાનો પાર નથી.

એવા પરમ ભગવદીય ગોરધન ભટ્ટ તથા ધોળીબાઈને આપણા દંડવત પ્રણામ પોંચે

જય શ્રી ગોપાલ

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *