|| શ્રી ગોપાલો જયતે ||

લાલન ચિત લલચાય, ગાય પ્રભુ જસ ગાને,
રાજીત ઉર રસ રાય, ટેક ભલી તન તાને;
ઘર પીપરીયા ગાઉં, પ્રેમ પદાંબુંજ પરસે,
રાજનસી શુભ નાઉ, સંબંધી સદા સુખ સરસે;
સેવન સુભગ ગોપેન્દ્ર, ગુન પ્રીતમકે ગાવે,
મોદીત મહારસ રંગ, લાલન લીલ લડાવે…૧૦૧

એ રાજનસી દરજી વૈષ્ણવ હતા. પીપરીયા ગામે નિવાસી હતા. તેમના માથે શ્રી ગોપેંદ્રજીની વસ્ત્ર સેવા બીરાજતી હતી. તેમના સંગી લીલબાઈ હતા તે જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા. તે બંને જણા એક સરખા પ્રેમભાવથી સેવા કરતા.

તેમણે શ્રી જમુનેશ મહાપ્રભુજીને પોતાને ઘરે પધરાવી સમરપણ કર્યું હતું. તેને પ્રકટ સ્વરૂપનો ભર ઘણો હતો. બે પાંચ વૈશ્નવ એમને ત્યાં કાયમ રહેતા અને મહા આનંદ વરતાવતા. લોકીક તદ્દન છોડી અલોકીકમાં જ વરતતા હતા. તેમને સેવ્ય ઠાકુરજી સાનુભાવ જણાવતા. એ રાજનસી અને લીલબાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *