|| શ્રી ગોપાલો જયતે ||
અત્ય મોહન સુત આવેશ, ગોપેન્દ્ર ગુન ગાયે,
નામ શ્રવન જમુનેશ, મોદીત મહા સુખ પાયે;
સેવન શુભ પદ પંકજ, ભુવન ભલો શુભ ભ્રાજે,
લુબ્ધો મન તેહી રંકજ, શુભ મુખ ગુન સમાજે;
ટેક સદાય જસ તેહકી, આનંદ્યો અતી એહી,
ગોરધન ભટ ગુન ગેહકી, સમર સુધાર્યો સનેહી…૧૦૦
એ ગોરધન ભટ મોહન ભટના દીકરા હતા. જ્ઞાતે પશ્નોરા બ્રાહ્મણ હતા અને ગારીયાધાર ગામના નિવાસી હતા. એ ગોરધન ભટ શ્રી જમુનેશ પ્રભુના અનીન ઉપાસી હતા. મહારાજશ્રીને પોતાને ઘેર પધરાવી પોતાના બાલ ગોપાલને નામનિવેદન અપાવ્યું અને મહારાજશ્રીને સોનાના કડા ભેટ કર્યા. તેણે મહારાજશ્રીના પદ ઘણા ગાયા છે અને મહારાજશ્રીની ચરણસેવા તેને ત્યાં બીરાજતા તે તેને સાનુભાવ હતા. અને તે પોતાના સંગી ધોળીબાઈની સાથે અષ્ટ પહોર સેવામાં જ વ્યતીત કરતા. વળી લોકીક વહેવાર તુચ્છ ગણી સાક્ષાત ભાવથી સેવા કરતા. એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||