|| સાખી ||

1
503

|| શ્રી ગોપાલો જયતે ||

કોણ સુતને તમે સમરો છો, કોણ પિતાના ધરો છો ધ્યાન ||
કોણ ભરથારને તમે ભજો છો, હાંરે તમારે કોના તે નામનું છે ગાન ||
ગોપેન્દ્ર ગુણ ગાઇયે, જાકી લીલા અગમ અપાર ||૧||

સત્યભામા કુંવરને અમે સમરીયે છીયે, શ્રીજમુનેશ પિતાના કરીયે છીયે ગાન || જામ્બુવંતી ભરથારને અમે ભજીયે છીયે, અમારે શ્રી ગોપેન્દ્ર નામનું છે ધ્યાન ||૨|| ગોપેંદ્ર ગુણ ગાઈએ…

તજ લોકનકી લાજ, ઔર સબ કુલ કાનિ તજ ||
કર બિનોદ આજ, રસિકરાય શ્રીગોપેન્દ્રસુ.||૩||

પ્રીતમ પ્રીત તુમ એક હૈ, ઔર પ્રીત મોયે નાહિ ||
પ્રીતમ એક શ્રીગોપેન્દ્ર પિયા, ઔર દીઠે ન સોહાઇ.||૪||

બીનું સજજન કહા કીજીયે, રંગ મહોલ ન સોહાય ||
ઘાંસકી ઝુપ સોહમની, જીહા શ્રીગોપેન્દ્ર ગુણ ગાય.||પ||

જમુના ચરણ શ્રીગોપેન્દ્રકે, સો પૂરેંગે મન ભાય ||
તામે કછુ સંદેહ નહિ, શ્રીગોપેન્દ્ર પિયા સહાય.||૬||

ચિતવની પ્રીતમ મિલનકી, નિશદિન રહ્યો નવ જાય ||
શ્રીગોપેન્દ્ર રૂદીયા બસે, કહીયે કહા બનાય.||૭||

જાકી ઐસી પ્રીત હૈ, તાકો કોન છોરાય ||
શ્રીગોપેન્દ્ર પિયા સહાય હૈ, સબ દુર્જન ગોથા ખાય.||૮||

દુરિજન ગોથા ખાત હૈ, અરૂ લગન લગેકી ઔર બાત ||
શ્રીગોપેન્દ્ર રૂદીયા બસે, તાહિ ન ઔર સોહાત.||૯||

આશ ઔરકી છાંડ, કર શ્રીગોપેન્દ્રસુ નેહ ||
પ્રીત રીત સમીપ સદા, ચિત્ત વિતહી ચિત્ત લેહ.||૧૦||

લે ચિતવની મન હર લીયો, રસિકરાય શ્રીગોપેન્દ્ર ||
પ્રીતની બાંહેહી બને, છાંડ સબે દુઃખ દ્વન્દ.||૧૧||

પ્રેમ સ્વાદ મનમેં બસ્યો, ચિત્ત ન રૂચે કહુ ઔર ||
જાકે શિર સમર્થ ધણી, વાકો ચિત્ત એક ઠોર.||૧૨||

અપુને મનમેં સબ બડો, અરૂ મર્મ ન જાને કોઈ ||
જાન બુજ નિંદા કરે, બડો નારકી સોઇ.||૧૩||

આપ બડાઈ સબ કરે, અરૂ નજર ખોલી ન જોઈ ||
કાલ કપટ સબ તજી મિલે, નિશ્ચે પાવે સોઇ.||૧૪||

પર નિંદા કહે સુને, અરૂ કાલ કપટ સુરંગ ||
આપ બડાઈ મન બસે, એહી નેહમેં ભંગ.||૧પ||

મનકી બાત ઔર કરે, અરૂ મુખ માંહિ બોલે ઔર ||
દોઉ વિધિકી બાત મત કરે, નાહિ નરકમેં ઠોર.||૧૬||

શ્રીગોપેન્દ્ર પ્રગટ પૂરન, કરૂણા સિંધુ કૃપાલ ||
ભગવદી ભાવે ઉદે હુવા, કરૂણા કેલ રસાલ.||૧૭||

કિરણ કોટ પ્રકાશ રવિ, સુંદરતા રસ રૂપ ||
શ્રીગોપેંદ્ર મનમાં બસ્યો, તબ કહા રાના કહા ભૂપ.||૧૮||

અગ્નિ રૂપ વ્યાપક પ્રભુ, જીવ ધાત સગુન દેહ ||
સંગી સુહાગા જબ મિલે, તબ ઉપજે રસ નેહ ||૧૯||

સજ્જન ઐસી પ્રીત કર, મત ઔર કછુ ભાખ ||
જબ પ્રીતમ વછુઓ પરે, તબ આપ તજે નહિ લખ.||૨૦||

સજ્જન ઐસી પ્રીત કર, જૈસી હોત અભંગ || અરસ પરસ ઇહુદે, હરદન સુન ઉછરંગ. ||૨૧||

સજ્જન ઐસી પ્રીત કર, અરૂ નિશ્ચ રાખે ચિત ||
ન્યારે થઈ મન દુઃખ બઢ, ન્યું ચકવી ચકવા મિત્ત. ||૨૨||

સજ્જન એસી પ્રીત કર, જેસી મુક્તા આયો ||
ઓર જીયું બળ અતિ કરે, પોતાહીકો તાયૌ ||ર૩||

સજ્જન ઐસી પ્રીત કર, અહોનિશ રાતો રંગ ||
જ્યું હાલર કર લકરી, આદિ અંતલો સંગ.ll૨૪||

સજ્જન એસી પ્રીત, કર, જૈસી ચકમક અગ્નિા ||
શત્રુતા એમ મન ના ધરે, હોય પ્રીતમસુ મગ્ન. ||૨પ||

સજ્જન ઐસી પ્રીત કર, ક્યું મૃગ નાદ લોભાયો|| અપુનો તન શુધ ના રહે, પડત ન દેખે ધાય.||ર૬||

સજ્જન ઐસી પ્રીત કર, અહોનિશ રહે લે લિના ||
ન્યારે થે જીયું ના રહે, જૈસે જલ બિન મીન ||૨૭||

સજ્જન ઐસી પ્રીત કર, તજકે મનકો તાપ ||
અપુનો તનમન ઈહુદે, જ્યું ભ્રમર બંધાયે આપ. ||૨૮||

સજ્જન એસી પ્રીત કર, મત કર દુજો રંગ ||
ડારપાત સબ જલ ગયે, અબ કોયલ તજે ન સંગ.||ર૯||

સજ્જન એસી પ્રીત કર, તજત ઔરકી આશી ||
સરિતા સાગર બહોત જલ, પે ચાતુક મટે ન પ્યાસ || ૩૦ ||

સજ્જન એસી પ્રીત કર, જયું ચકોરી ચંદ ||
નિહારમેં બિરહા બઢે, પડે ન દુજે ફંદ.||૩૧||

તેરે મનમેં કછુ નહિ, સુન મેરે મનકી બાત ||
તલપ રહું તોયે મિલનકું, પલ એક જુગ સમ જાત.||૩ર||

મૈં તલપુ તોયે મિલનકું, સુનહો મિત્ર સુજાન ||
મેં સુજાન તાતે કહું, જો મેરો જીયું બંધાન ||૩૩||

જીયુ તલપે તોયે મિલનકું, તન મન શુધ ગઈ ભુલ ||
તુમ અપુને જીયું જાનકે, રાખે ચરનની મૂલ. ||૩૪||

તુમ સિંચન સિંચે બિના, બિનુ સિંચે કમલાય ||
અહોનિશ ચિતવની મન રહે, કબહી મિલેંગે આય. ||૩પ||

મન મેરો લલચાત રહ્યો, જબ શુદ્ધિ આને તોંય||
લોક લાજ કુલ કાનિ ડર, આયે ન શંકુ મોય ||૩૬||

વિહારતુર મન બઢ્યો, અરૂ કહી ન પરે કછુ બાત ||
ચિતવની મન ઉરઝી રહી, તાતે કછુ ન સોહાત ||૩૭||

મેં તલપુ દિન રેન, તુમ મનમોં શુધ ન લહો || મેરે જીયા એહ નેમ, જાદિનતે દર્શન ભયો ||૩૮||

મેલ ઠગોરી મોહકી, ચિત્ત વિત લીનો ચોર ||
જા દિનથે બિરહા બઢયો, જીયા ન રૂચે કહુ ઔર ||૩૯||

શ્રીગોપેન્દ્ર રૂદીયા બસે, જુગલ કિશોરહી ભાય ||
ખેલ ખેલ રસાલ અતિ, સમતા સુજે નાય. ||૪૦||

મન ભાયો પ્રીતમ મિલ્યો, સુખ સરિતા ભઈ પૂર ||
રસ ઉપરે નિધિ જીયુ, લોક લાજ સબ ચુર || ૪૧ ||

નેન અરૂણ અતિ રસ ભરે, અંગો અંગ છકે ચેન || બચન માધુરી સરલતા, મરમ કટાક્ષ હી સેન ||૪ર||

બદન કાંતિ પ્રફુલિત સદા, કોમલતા લહે લીન || નિશદિન ચિતવની મીલનકી, મન ભાવત સો દીન ||૪૩||

કમલ જાત ચુકત અંબર, એહી પ્રેમકો મૂલ ||
સમુહ લજ્જાએ નીલો રહે, તાકે મુખમેં ધૂલ |૪૪||

ગતિ પતંગ દીપક જયું, દેખત તન મન દેહ ||
પે બહોત દીપક બીચમોં પર્યો, તબ ધરે કોન પર નેહ ||૪પ||

એસી પ્રીતમ ના બને, ચિત્ત માંહિ એક ઠોર ||
પ્રેમ સ્વાદ જબ રસ બસ્યો, તબ ન રૂચે કહુ ઔર.||૪૬||

સાચી પ્રીત સદા બહે, જો રહે સજ્જન દૂર || કપટ પ્રીત ભ્રમરા જયું, જહાં લુબ્ધે તહાં ફુલ||૪૭||

તાહિતે મેં કહત હુ, અબ જીયો રાચે ઠોર ||
જા મેલકે સુખ ઉપજ્યો, ફેર લલચે મન ઔર ||૪૮||

જૈસી સંગત વશ પર્યો, તેસી ગત જીયા હોય || પ્રેમ સુહાગા સંગત બિના, અન્ય ઉપાય નહિ કોય ||૪૭||

પ્રેમ સુહાગા વહી બને, જબ તજે ઔરકી આશ || તબ શ્રીગોપેન્દ્ર રૂદીયા બસે, કરે અપુનો નિજદાસ ||૫૦||

દાસ ભયો તબ કર ગ્રહ્યો, દીયે નિજ સેવકમોં બાસ || ઓચ્છવ મહોત્સવ રસ બસે, મનમેં અતિ હુલાસ ||પ૧||

પ્રગટ પ્રતાપ અતુલ સદા, શ્રીગોપેન્દ્ર વ્રજ ભુપ || આનંદ મોદ વિલાસ અતિ, નર નારી રસ રૂપ||પર||

લોક લાજ કુલ કાનિ તજ, કર શ્રીગોપેન્દ્રસું નેહ ||
પ્રેમ રંગ ભીનો રહે, તન મન સબહી દેહ||પ૩||

બઢ્યો પ્રગટ પ્રતાપ અતિ, જુગમાં જેજેકાર || શ્રીગોપેન્દ્ર રૂદીયા બસો, ખેલે ખેલ રસાલ||૫૪||

ગુણ સાગર ગંભીર અતિ, લીલા લલિત વિશાલ || નર-નારી રસ બસ કીયો, પૂરી મનકી આશ ||પપ||

નેહ ભીનો રહે, અરૂ મનમેં મોદ બઢાય || ગતિ કોઉ ના લહે, સો પ્રગટ અબ આય|| 55||

પ્રેમ પંથ અતિ અગમ્ય હૈ, મત કો જાનો સહેલ ||
જો ચાહે રસ બહેનકુ, તો આપનપો મેલ ||57||

નયન ચપલ અતિ રસ ભર્યે, મરમ તણો ભરભાર || બદન કાંતિ પ્રફુલિત સદા, બચન માધુરી સાર ||58||

અંગો અંગ ગતિ ચપલતા , મન ગયંદકી ચાલ|| શ્રીગોપેન્દ્ર રૂદીયા બસી, ખેલ ખેલ રસાલા ||59 ||

શ્રીગોપેન્દ્ર તબ પેખીયે, જબ કાલ કપટ સબજાય|| નિજજન સાથે દીનતા, રસ ઉપજે તબ આય ||૬૦||

નહિ વે સુખ ત્રયયલોકમેં, જે સુખ ભુવમેં આય ||
શ્રી પુરૂષોત્તમ લીલા ફલિત, શ્રીગોપેન્દ્ર વ્રજ માંય ||૬૧||

પ્રાગટ પુરૂષોત્તમ તણું, નેહ નિશાની જાણ ||
લોક લાજ ડર છાંડકે, પુષ્ટિજન પરમાણ ||૬૨||

નેહી નેહ ભીનો રહે, ચિતવનીમાં ભરપુર ||
ક્ષણે આતુર ક્ષણુ મગ્નતા, કહા નિકટ કહા દૂર. ||૬૩ ||

દુઃખહી જાન ગત બિરહકી, કાયર ધરે ન પાય ||
પિયા બિછુરે માતો ફરે, એસે નેહ વૃથા કો નાય || ૬૬ ||

રાધા વરકે કર બસે, પંચાક્ષર જેહ ||
તામેં પહેલો છાંડદે, બચે સો હમકો દેહ ||૬૭ ||

નીર ન બોળે કાષ્ટકુ, કહો કહાંકી પ્રીત ||
અપુનો સિચ્યો જાનકે, એહી બડેની રીત ||૬૮ ||

વેલી હોત વર્ષા સમે, કરે વૃક્ષસુ પ્રીત ||
સુકે પણ મૂકે નહિ, એ મોટાની રીત || ૬૯ ||

રસ રીત રસિકકી, મોયે સબે સોહાય ||
તાતે શીતલ જલતે, તુરતહી આગ બુઝાય ||૭૦||

સજ્જન તુમતો ચંદહો, હમ ચકોર કે રૂપ ||
જબ તુમ કૃપા કરો, તબ મિલે વ્રજકો ભૂપ. || ૭૧ ||

સજ્જન સબ જુગતે સરસ હૈ, લગન પડ્યો જબ કામ ||
હેમ હુતાશન પારખુ, પીતળ નિકસે શ્યામ || ૭ર ||

સજ્જન સબ સંસારકે, મોયે ફીકે લાગત બેન ||
તન ઠારક કોઉ ના મિલે, કયાં જઈ ઠેરાવું નેન || ૭૩ ||

સજ્જન ધાગા પ્રેમકા, બોત તાણ્યે તુટ જાય || તુટ્યા પીછે સાંધીયે, તો બીચમેં ગાંઠ રહે જાય || ૭૪ ||

અલ્લોલ રસ બલ્લોલકો, બલ્લોલ રસકી ખાણ ||
ગાંઠ તિહાં રસ નહિ, વેહી પ્રીતમેં હાણ ||૭પ||

સાકર જૈસી ફટકડી, રૂપ રંગ દોઉ એક ||
સ્વાદમાંથી ઓળખીયે, સમજી કરીયે સંગ || ૭૬ ||

શ્રીગોપેન્દ્રજીને સેવતા, ભવની ભાવઠ જાય ||
સુખ ઉપજે શરીરને, પ્રેમ સુધારસ પાય ||૭૭ ||

નેન તપે તોહિ દરશકુ, બચન સુનનકુ કાન ||
મિલવેકુ હરદા તપે, મેરા જીયાકે જીવન પ્રાણ. || ૭૮ ||

નેન તપે તોહિ દરશકો, શ્રવણ તપે તોહિ બાન ||
માળા કરૂં તુજ નામકી, જપત રહું નિશદિન || ૭૯ ||

મેરે તો તુમહો, તુમ બિન કોઉ ન ઔર ||
જૈસે ખગવા ઝાંઝકે, અવર ન સુજત ઠોર. ||૮૦||

વિષયમાં ચિત્ત વળગી રહ્યું, પ્રભુ પદ નહિ અનુરાગ || નવા નીરથી ચોગણો, જેનો ચોથો ભાગ ||૮૧||

અંધા ચાહત આંખકુ, ભુખ્યા ચાહત અન્ન ||
હમ ચાહત તુમ મિલનકુ, મળવા કારણ મન. ||૮ર||

પ્રેમ સ્નેહ મત છાંડજે, ભક્ત ભાવસુ મન ||
છીપ બુંદે છીપાઈ રહ્યું, પ્રેમ બિના સુકે તન|| ૮૩||

પ્રેમ સ્નેહ મત છાંડીયે, પ્રેમ પુરાતન પ્રીત ||
પ્રેમ વિશ્વાસ મેં રહ્યો, પ્રેમ ભક્તિકી રીત||૮૪||

સજ્જન નેડો કીજીયે, જેડો ટંકણ ખાર ||
આપ જલે પર રીજવે, ભાંગ્યાનો સાંધણહાર|l૮પ|

ખુંદી તો ધરતી ખમે, કાટી ખમે વનરાય ||
કઠણ વચન હરિજન ખમે, જેમ સાગર નીર સમાય||૮૬||

પ્રીત પુરાણી ના થાયે, અરુ ઉત્તમ જનસુ લાગ || જયું જુગ જલમોં રહે,તો ચકમક મિટે ન આગ ||૮૭||

સજણાંસુ ગોઠડી, સો લાહો બહુ પરે ||
અધુરા પુરા કરે, અને પુરા મન ધરે ||૮૮||

નેહ બનાયો ના બને, અરૂ બને અચાનક આયે ||
તાસો પ્રેમ છુટે નહિ, શ્રીગોપેન્દ્ર પિયા સાયે ||૮૯||

જો જાનો તો અતિ ભલી, અરૂ ન જાનો તો મોહે ||
મો મન પ્રીતમ અપનો, સો દીયો આપનપો તોહે||૯૦||

પતિવ્રતાકુ બહોત સુખ, જાકુ પતિકી ટેક ||
મન મેલી વ્યભિચારિણી, તાકુ ખસમ અનેક ||૯૧||

પ્રીતમ પ્રીત વિરહકી, મિટે કોણ ઉપાય||
જબ દર્શન દેખુ પિયુકો, તબ છાતી શીતલ થાય||૯ર||

પુરૂષોત્તમ ઉત્તમ અગમ, ક્ષર અક્ષરમેં નાહૈ ||
એક સ્વાદ રસ પ્રેમ હોત, પ્રગટ ભયે જગ માંહે||૯૩||

લાગી લાગી સહુકો કહે, લાગેકી ઔર બાત || જાકુ હીયા ગત લાગહી, સો દિવસ ન જાને રાત||૯૪||

પ્રેમ ન ઢુંઢે પાઈએ, પ્રેમ જગતમે નાહૈ ||
જગતે ન્યારો દેખીયે, વિરહાતુરકી છાયે ||૯પ||

કર વિનોદ શ્રીગોપેન્દ્રસુ, સબ સુખનકી રાશ || વ્રજપતિ પ્રાણ પ્રાણેશ બિન, નહિ ઔરનકી આશ. ||૯૬||

પ્રગટ ગોપાલ બિસારકે , ઔર સેવે શૂન્ય આકાશ || લાલ ગોદમેં છાંડકે, ધરે ગરભ કી આશ ||૯૭||

મિલે દુઃખી બિછુરે દુઃખી, સ્નેહી સુખી ન હોયે ||
જો સુખ ચાહો દેહકુ, તો સ્નેહ મત કરો કોય ||૯૮||

સમરણ કરૂ નિજ નામકો, સર્વ સમરપણ નિત || રસિક નામ શ્રીગોપેન્દ્રકો, સદા બિનોદ રહ્યો ચિત્ત. ||૯૯||

સત્સંગ બિચારા કયા કરે, રૂદીયા ભયા કઠોર||
નવ નેજા પાણી ચડે, પત્થર ન ભીજે કોર.||૧૦૦||

સાખી શબ્દ સહુ સુણિયા, મીટયાં ન પેનકા ડાઘ ||
સંગત થકી ન સુધાર્યા, તાકી બડી અભાગ્ય ||૧૦૧||

પ્રેમ છુપાવ્યો ન છુપે, અંતરગતકી હેત ||
મુખસે ગારી દેત હૈ, નેન બલૈયા લેત ||૧૦૨||

લેખન લખત અક્ષર સૂક્ત, એહિ પ્રેમકો મૂલ ||
લેખન લખત અક્ષર નહી સૂક્ત, વાંકે મુખ પર ધૂલ ||૧૦૩||

સજ્જન મિલપિ બહોત હૈ, તાલી મિત્ર અનેક ||
જેને દેખી હરદો ઠરે, સો લખાણ મે એક ||૧૦૪||

સજ્જન સજ્જન મે કરૂ, સજ્જનને મન ઔર ||
ધિક પડ્યો એહિ પ્રિતમે, એહિ ચિત્ત દોઉ ઠોર ||૧૦૫||

દલની વાતું દલ ભરી, કોને જઈ કહેવાય ||
દલ ખોટા સાજણ મળે, વા વાતું લઇ જાય ||૧૦૬||

સુણતલ કાન ન માનીયે, નજરૂ જોયા સાચ ||
ત્રાણ ભાંગ્યા સંધાય નહી, મન મોતીને કાચ ||૧૦૭||

માયાસે માયા મિલે, કરકર લંબે હાથ ||
રંક ગરીબ અરુ ભકતકી, કોઈ ણ પૂછે વાત ||૧૦૮||

ચિંતા મત કર માનવી, દેને હાર સમર્થ ||
જલમેં વસે માછલી, વાંકી ગાંઠે કહા ગર્થ ||૧૦૯||

પ્રભુ પુરન, પ્રભુકે પુરન, પ્રભુ બિન ઓર ન ભાવે ||
પ્રભુકી બાત પ્રભુકી લીલા, ઓર મુખમેં નહી આવે || ૧૧૦||

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મીનબેન સોલંકી (જામનગર) તથા પ્રદિપ ભાઈ ગોહેલ (જામનગર) ના જય ગોપાલ ||

1 COMMENT

  1. 🙏🌸Jay Shree Gopal 🌸🙏 Shree Gopallal prabuji ni srushty ma sahitay aprapya hoy jo apragat sahitya ne vaishnavo sudhi phochaday ….Ae utam seva bani raheshe 🌸🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here