|| શ્રી ગોપાલો જયતે ||
સંબંધી જન ઘર સંગ, દ્વે ભૈયા વહે દરશે,
જ્ઞાત ગમૈ રસ રંગ, રહે સદા ભર ભરસે;
ઘર આનંદ ગુન ગહેક, પદ જમુનેશ પધરાયે,
તેહ છીકે જશ ટેક, લલીત પીયુ લોભાયે;
પુર અમરાપુર પત્ર, પ્રદેશ દાસકે આવે,
લીખીત લેખ કર ભૂતકે, કુશળ રાઉ કર કહાવે…૧૨૨
કુશળભાઈ જ્ઞાતે મણિયાર વૈષ્ણવ હતા. અને રામભાઈ જ્ઞાતે ખવાસ વૈષ્ણવ હતા. તે બંને સંગી વૈષ્ણવ હતા. તેમજ આમરણ ગામે નિવાસી હતા. વળી મહારાજશ્રીના અનીન ઉપાસી હતા. તેણે મહારાજશ્રીને તથા ભગવદીને પધરાવવા દેશ પરદેશ પત્રીકા લખી અને ત્યાં પધરાવ્યા, અને ઘણા ઉમંગથી તેમની સેવાનો લાભ લીધો. રામભાઈ પોતે આમરણના દીવાન હતા. તેણે મહારાજશ્રીને ઘોડી બે ભેટ કરી, કુશલભાઈએ મહારાજશ્રીનો જશ ઘણો જ નવો બનાવી ગાયો છે. એ કુશળભાઈ તથા રામભાઈને ભગવદી સ્વરૂપનો ઘણો જ ભર હતો. એ બંને ભગવદી શ્રી ઠાકુરજીના પુર્ણ કૃપાપાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||