|| શ્રી ગોપાલો જયતે ||
બારાહાઈ બિરદાર, સાર પ્રભુ જસ સાવે,
બીરન સુત શુભ દાસ, જાસ બ્રજને ભરભાવે,
યાહીઘર આનંદકંદ બલભીજન સંગ બાસી,
રાજીત ચૌદશી રાસ, આશ અનિન ઉપાસી;
શ્રવન સુધા મહારાજ મુખ, સુખ બીરખા ભઈ રસ ભીને,
દાસ મુકન જેઠન રાઉ, સુહંસ કન સોન હરીને…૧૨૧
વીરજીભાઈ જ્ઞાતે લોહાણા વૈશ્નવ. શ્રી બારા ગામે નીવાસી હતા, તેમને મહારાજશ્રીના ઉપર ઘણી ટેક હતી. તેમજ તેના પુત્રને પણ મહારાજશ્રી ઉપર ઘણો જ ભર હતો. તેમને ઘેર વૈષ્ણવોનો ઉતારો હતો. પાંચ દસ પાતલ સદા તેમને ઘેર રહેતી, જે દીવસ કોઈ વૈશ્નવ ન પધારે તે દીવસ ઘરના બધા પ્રસાદ લેતા નહીં, એટલો બધો ભગવદી સ્વરૂપનો ભર હતો. તેમણે ચૌદસનો મંડપ કર્યો અને મહારાજશ્રીને પધરાવ્યા. જુથ ઘણું જ પધાર્યું, આપશ્રીએ કૃપા કરી શ્રી મુખના વચનામૃતનું પાન કરાવ્યું. તે પાન કરી વીરજીભાઈ તથા મકનદાસ તથા જેઠાભાઈ તથા હંસરાજભાઈ તથા કાનજીભાઈ તથા સોનબાઈ તથા હરીબાઈ ઘણા પ્રસન્ન થયા. મહારાજશ્રીના વાયકનું એ સરવે ભગવદીઓ ભેળા થઈ અહોનીશ ધ્યાન કરતા. તેવા પુર્ણ કૃપાપાત્ર હતા. વીરજીભાઈ જમુનાપાન કરી આવ્યા હતા તેમણે તુર્તજ મંડપ કરી લોટીઉચાર કર્યો અને પછી પ્રસન્નતાથી સેવ્ય ઠાકુરજીની સેવા કરતા. તે શ્રી ઠાકુરજી તેમને સાનુભાવ જતાવતા. વીરજીભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||