|| શ્રી ગોપાલો જયતે ||
નગ્ર હવેલી નેહ, ગોપેન્દ્રલાલ ગુન ગાજે,
ગોકુલકી છબ ગેહ, પ્રાનપતિ પ્રજ પ્રાજે;
અંગીકૃત તિત એક, દરશ પ્રભુ લુબધાયો,
તેહ પીયુ તન ટેક, સુ પ્રાપત પનકી પાયો;
મોદીત સદા જન મધ્ય બબુદાસ બીરદાર,
નિરમલ પયો પદ નિધ, સુઘર સુભક્તિ સાર..૧૧૯
બબુભાઈ જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ હતા, અને જામનગર ગામે નીવાસી હતા. તેમણે મહારાજશ્રીને જામનગરપધરાવીને પોતાને ઘેર પધરાવ્યા અને સર્વકુટુંબને નામ નિવેદન કરાવ્યું અને રત્નજડિત બે પોચા ભેટ ધરી અને ગામના બીજા ઘણા લોકો વૈશ્નવ થયા. ભેટ ઘણી થઈ.
મહારાજશ્રી હવેલીમાં ઉતર્યા હતા. ત્યાં હીંચ કીરતન-ભગવદ ગુષ્ટ અહોનીશ થતા, વૈષ્ણવોની ભીડ રહેતી. અને સાક્ષાત ગોકુલ ગામ હોય એવો ભાસ થતો હતો. બબુભાઈને જમુનાપાન કરવાની ઘણી જ ઉત્કંઠા હતી તેથી તેના મનનો ભાવ જાણી સાક્ષાત ગોકુલની નિધિ શ્રી મહારાણીજી તથા ગીરીરાજ તથા ગોકુલ, સમગ્ર વૃજ આપશ્રી જ્યાં બીરાજે છે ત્યાં જ દરશન કરાવ્યું અને બબુભાઈની ઈચ્છા પૂર્ણ કરી. એવા કૃપાપાત્ર બબુભાઈહતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||