|| શ્રી ગોપાલો જયતે ||
ભુપ ભલો તન ભાવ, નિજજન સંગ મન નેહા,
રૂચ ચૌદશી ઠેરાવ, મહો મંડપ ગુન ગેહા;
મધ્ય રાજીત મહારાજ, સુભ્રત્ય જન ભર બોહો ભારી,
ગહેકે ગડયો ગુન ગાજ,નિર્તત ગત થઈકારી,
ખીમાજી વિકમાત સુત, પ્રગટ પ્રભુ જસ પાયે,
ત્રીભોવન પેખત તેહ તીત, નોબત નેહ બજાયે…૧૧૭
ખીમા સુત વિકમાતજી, એહી ઓચ્છવ શુભ કીનો,. દર્શ રચ્યો રાજીંદ્ર, ગોપેંદ્રલલા ગુન ભીનો;
છાયાપુર રસ રાસ રચ્ય, વહે જન દસ હજાર,
ચૌદશી ચિત્ત મંડપ મધ્ય, પ્રાપત પ્રીત પ્રકાર;
જીય માધવ જન જશ જાન, ઘર ખંભાળીયા ગાઉં
પયો લઉ સંબંધી પ્રમાન, પ્રગટ પ્રભુ કે પાંઉં……૧૧૮
વીકમાતજી જ્ઞાતે ક્ષત્રી વૈષ્ણવ જેઠવા ગરાસીયા હતા અને પોરબંદરના રાજા હતા. તેમના પુત્ર ખીમાજી.હતા. તેમને પણ મહારાજશ્રીનું દાન હતું. શ્રી જમુનેશ પ્રભુ પધારવા માટે તેમણે ચૌદશનો મંડપ કર્યો. વૈષ્ણવનું જુથ દસહજારને આશરે ભેગું થયું. સામૈયાના દીવસે પોરબંદરની બજાર શણગારી, સર્વ સ્થલે ધજા પતાકા રોપાયા, અને ગામના અસંખ્ય લોકો તથા વૈષ્ણવો તથા ઠકરાણા સામૈયું લઈ એક ગાઉ સુધી સામા ગયા. ઠકરાણાએ સુવર્ણના કલસ શીરપર ધારણ કર્યા છે. મહારાજશ્રીના દરશન કરી મીઠાં જળ આરોગાવી વૈષ્ણવોને લહેવરાવ્યાં. માળાની પહેરામણી કરી, વીકમાતજીએ પોતે તેલ તથા સોંધો ચરચી તીલક તથા તાંદુલ ભાલ પર ધર્યા. ત્યારબાદ મહારાજશ્રી સુખપાલમાં બીરાજ્યાં. વીકમાતજી ઉધાડા પગે ચાલતા આવે છે અને પાછળ રહી પંખો કરે છે. આગળ મંડલી કીરતન કરે છે. ઠકરાણા તથા બીજા સુંદરીજનો ધોળ બોલે છે. આવી રીતે સામયું કરી મહારાજશ્રીને જુથ સહીત મંડપમાં પધરાવી લાવ્યા અને આરતી કરી. રાણે સાચા મુક્તાફળની માળા ધરી. અને વીનતી કરી જે આ રાજ્ય તો આપનું છે અને હું તો આપનો ગોલો છું. એટલી બધી મહારાજશ્રીના સ્વરૂપમાં વીકમાતજીને આસક્તિ હતી. ખીમાજીના જેગોપાળ મંડપમાં બોલાવ્યા. મધખેલને દીવસે વીકમાતજીને સાક્ષાત ગોપેંદ્રજી મધનાયક બીરાજે છે અને પોતાના જુથ સહીત રાસ ખેલે છે. એવા દરશન થયાં. એવા વીકમાતજી મહા કૃપાપાત્ર હતા. પોરના વૈશ્નવ લાડબાઈ તથા ખંભાળીયાવાળા લોહાણા વૈશ્નવ માધવદાસ તેમના સંગી હતા અને મહારાજશ્રીની આજ્ઞાથી તે સદા વીકમાતજી પાસે જ રહેતા. તથા વીકમાતજીને તેમના ઉપર અત્યંત સ્નેહ હતો અને તેમને સાક્ષાત સ્વરૂપ માની તેમની સેવા કરતા એવો ભાવ વીકમાતાજી ને પ્રકટ સ્વરૂપ ઉપર હતો. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||