|| વલભદાસ ||

0
164

|| શ્રી ગોપાલો જયતે ||

ઘર ચંદ્રાપુર ગાઉં, બલ્લભ અને બડે ભાગ્ય,
શ્રવન સુભગ નિજ નાઉ, સુલો મન ગુન લાગ્ય,
સુત અમુલખ સુખ, શ્રી ગોકુલ ગેલજ આયો,
કેસર મૈયા દુખ, લલીત ભક્તિ ભર લાયો;
બ્રજ અમૃત આવેશ, બદન સદન સુખકારી,
સન્મુખ શ્રી જમુનેશ, પ્રભુ પ્રગટ પ્રેમ પન ધારી…૧૦૭

એ વલ્લભદાસ જ્ઞાતે સોરઠીયા વાણીઆ હતા. એ ચંદ્રાપુર-માધુપુર નિવાસી હતા. તેમણે મહારાજશ્રીનું શરણ લીધા પછી પોતાનો લોકીક વહેવાર છોડી આઠે પહોર મહારાજશ્રીના ભગવદીની સેવામાં ગાળતા.

એ વલ્લભદાસ જમુનાપાન કરવા ગયા ત્યારે તેમના વહુ કેસરબાઈ સગર્ભા હતા. પણ પોતાના સંબંધી જાતા હતા તેમની સાથે ગયા અને રસ્તામાં અમુલખનો જન્મ થયો, તે પણ પૂર્ણ ભગવદી થયો અને અમૃતના સીંચનથી જેમ કનકવેલ વધે તેવી જ રીતે અમુલખ ગર્ભમાં ભગવદગુરુનું પાન કરતા વળી પોતાના સંગીની આજ્ઞા એવી રાખતા કે લોકીકની કાની તોડી જમનાપાન કરવા સાથે ગયા. ગર્ભ હતો તો પણ પ્રભુની ઈચ્છા માની સાથે ગયા એવા એ પરમ કૃપાપાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here