|| શ્રી ગોપાલો જયતે ||
બરનું કેસર દીવ સુવાસ, ભલીય સુબ્રત જન ભાવે,
જીત ચૌદશી રસ રાશ, રમન રચી તીત આવે;
સુતની દ્રે વહે સંગત, ગાન છકી જસ ગાવે,
અમૃત વાત્સલ્યતા અતિ, દાસ સદન દરસાવે;
જમુનેશ પદ ચિત જોર, પુષ્ટી જન પ્રત્યે પ્રાજીત,
તન સંકુલ કુલ તોર, સરસ સુભક્તિ સાજીત…૧૦૬
કેસર બાઈ કપોલ વાણીયા વૈષ્ણવ હતા અને દીવ ગામે નિવાસી હતા. તેઓ મહારાજશ્રી ના અનીન ઉપાસી હતા.
કેસર બાઈને અમુલા અને વાછલતા નામની બે દીકરી હતી. તેમને પણ શ્રી જમુનેશ મહાપ્રભુજીનું નામ અને નિવેદન હતું.
તેઓ ત્રણે મા દીકરીઓ પોતાનો લૌકીક વહેવાર છોડી લૌકીક ની કાની તોડી, સમાજમાં બેસતા. કેસરબાઈ મૃદંગ બજાવતા અને વાછલતા ગવરાવતા અને ચૌદસનો ખેલ અથવા મંડપ હોય ત્યાં ત્રણે પહોંચી જતા.
એવી તેમને ટેક હતી. તેમને ભગવદી જનનો ભર ઘણો હતો.
મહારાજશ્રી ને ઘરે પધરાવી સર્વ સમરપણ કરી અહોનિશ શ્રી મહારાજશ્રી ની ટહેલમાં રહ્યાં એવા કૃપાપાત્ર હતા. તેમની વાર્તાનો પાર નથી.
આવા પરમ ભગવદીય કેસરબાઈ, અમૂલા તથા વાછલતાને આપણા દંડવત પ્રણામ પોંચે
જય શ્રી ગોપાલ
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Leave a Reply