|| શ્રી ગોપાલો જયતે ||

બરનું કેસર દીવ સુવાસ, ભલીય સુબ્રત જન ભાવે,
જીત ચૌદશી રસ રાશ, રમન રચી તીત આવે;
સુતની દ્રે વહે સંગત, ગાન છકી જસ ગાવે,
અમૃત વાત્સલ્યતા અતિ, દાસ સદન દરસાવે;
જમુનેશ પદ ચિત જોર, પુષ્ટી જન પ્રત્યે પ્રાજીત,
તન સંકુલ કુલ તોર, સરસ સુભક્તિ સાજીત…૧૦૬

એ કેસરબાઈ કપોલ વાણીઆ વૈષ્ણવ હતા અને દીવ ગામે નિવાસી હતા. એ મહારાજશ્રીના અનીન ઉપાસી હતા, કેસરબાઈને અમુલા અને વાછલતા નામની બે દીકરી હતી. તેમને પણ શ્રી જમુનેશ પ્રભુનું નામ અને નિવેદન હતું. એ ત્રણે મા દીકરીઓ પોતાનો લોકીક વહેવાર છોડી લોકીકની કાની તોડી, સમાજમાં બેસતા. કેસરબાઈ મૃદંગ બજાવતા અને વાછલતા ગવરાવતા અને ચૌદસનો ખેલ અથવા મંડપ હોય ત્યાં ત્રણે પહોંચી જતા. એવી તેમને ટેક હતી તેમની ઉપર મહારાજશ્રીને ઘરે પધરાવી સર્વ સમરપણ કરી અહોનિશ શ્રી મહારાજશ્રીની ટહેલમાં રહ્યાં હતા. તેમને ભગવદીજનનો ભર ઘણો હતો. તે એવા કૃપાપાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *