|| શ્રી ગોપાલો જયતે ||
ધરત સદા જસ ધ્યાન, અંગ એક બડો આનંદી,
ગઠીત મહારસ ગ્યાન, હંસ ગોપેંદ્ર ગુન બંદી,
શ્રી જમુનેશ સંગ સિદ્ધ, ખંતસો ખેલ ખેલાવે,
મંડપ નિધ શુભ મધ્ય, રોનક રંગ રમાવે;
કરસારી ઘર રહેક કર, રસીક પ્રભુ રંગ રેલ્યો,
લાલન ગુન લકુટી ઘર, મહાવ મકર ખંત ખેલ્યો…૧૦૫
એ મહાવદાસ જ્ઞાતે બ્રાહ્મણ વૈશ્નવ હતા. અને વાવડી ગામના નિવાસી હતા. તે અનીન અને અટંકા સેવક હતા. તેમણે શ્રી જમુનેશ પ્રભુને વાવડી પધરાવ્યા અને સર્વ સમર પણ કીધું હતું. અને પરદેશમાં મહારાજશ્રી સાથે રહેતા. અને ખવાસી કરતા અને અનેક ભાંતીના ટોના કરી મહારાજને રીઝવતા.
જ્યારે કારાસરી મંડપ થયો ત્યારે શ્રી મહારાજશ્રી ત્યાં પધાર્યા તે વખતે પણ પોતે સાથે જ હતા. અને ત્યાં આનંદની રેલ જમાવી હતી અને લાલદાસ તેમના સંગી હતા. એ એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેમની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||