|| શ્રી ગોપાલો જયતે ||
દરબાર ધર નિજદાસ, આશ સદા જન એહી,
જીત રાજીત જમુનેશ, કીબત બદે તીત તેહીં;
મંડપ ચૌદસ મધ, છકીત ભયો શુભ ઢાઢી,
બદત કહે જસ બંસ, પ્રીત પીયુ ગુન ગાઢી;
અંગ અંગ પ્રત આવેશકી, કહાં કહું મતી મોય.
કાનર જગ કુલ જુગ વિશે, ભલો સુભ્રત જન હોય…૧૦૨
કાનદાસ જ્ઞાતે ઔદીત્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને કમઢીયા ગામે નિવાસી હતા. તેમણે મહારાજ શ્રીજમુનેશ પ્રભુને પોતાને ઘેર કમઢીયા પધરાવ્યા અને પોતે તથા પોતાના કુટુંબને નામ-નિવેદન આપ્યું, ભેટ ઘણી જ થઈ. પોરબંદર ચૌદશનો મંડપ હતો. તેમાં પોતે જઈને મહારાજશ્રીના સનમુખ ઢાઢી થઈને નાચ્યાં. શ્રી ઠાકુરજીના વંશના જસ કહ્યા. તેમજ કવીત-છંદ તથા બીજા ઘણા ગ્રંથ ગાયા. તેને મહારાજશ્રીનો જસ મુખ પાઠે હતો વળી પોતે ઢાઢી થાય ત્યારે રુવે રુવે તેને આવેશ આવતો, તે આવેશ મહારાજની સુદ્રષ્ટિથી તેના અંગમાં કાયમ રહેતો અને આપશ્રીએ શ્રીમુખે આજ્ઞા કરી જે કાનજી ઢાઢી સારો છે. તે ઉપરથી તેમના વંશના ઢાઢીયા કહેવાય છે અને કાનજીભાઈને પણ વૈશ્નવો ઢાઢીયા કહીને બોલાવતા આજ સુધી તેનો પરીવાર ઢાઢીયાના નામથી ઓળખાય છે. એ એવા પરમ કૃપાપાત્ર ભગવદી થઈ ગયા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||