|| શ્રી ગોપાલો જયતે ||
અંગ સનૈ આનંદ, જસ કહે ગુન મન જાને,
મહેક્યો જ્યું મકરંદ, વિવધા બચન બખાને,
ભૃતજન ભોમ ભલાય, જસકી જપ મુખ માલા,
સંબંધી જન સંકલાય, રસના ઘોલ રસાલા;
શ્રી જમુનેશ શરણ સરવદા, ભકિત ભલી મન ભાવે,
સાચવટી સવદાસ સદા, દેખત બ્રાંત ભુલાવે…૯૫
એ સવદાસ શ્રી જમુનેશ પ્રભુના સેવક હતા. મહારાજશ્રીના જે કૃપાપાત્ર ભગવદી તેનું અહોનીશ ધ્યાન ધરતા, તેમજ શ્રી ઠાકુરજી તથા વૈશ્નવને એક જ સ્વરૂપ માનતા. એવો તેમને ભાવ હતો. એ સવદાસે ભગવદીઓની નામ માલકાનો ગ્રંથ બનાવ્યો છે તેમજ બીજા પણ ઘણા ગ્રંથો બનાવ્યા છે તે અનીન અને અટંકા વૈષ્ણવ હતા. તે મહારાજશ્રી સીવાય અન્ય દેવનું નામ પણ લેતા નહીં તેમજ અવૈષ્ણવ નું મુખ પણ જોતા નહીં, અષ્ટ પહોર સેવામાં નિમગ્ન રહેતા. તેને માથે મહારાજશ્રીના ચરણારવિંદ બીરાજતા. તે તેમને સાનુભાવ જણાવતા એ સવદાસ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||
Leave a Reply