|| શ્રી ગોપાલો જયતે ||

બ્રાહ્મણ વીરમગામ વિશે હતો જે માલા ધારી,
સ્વપ્નમાં મહારાજધસે ભ્રતજન સંગ ભર ભારી;
મીશ્રી શ્રીફળ દાખ ચયો, પયો તબ મહા પ્રસાદ,
કપરામોં ઘરગ્રહે રહ્યો. બાધ્યો અતી આહલાદ,
મહેતારી ભટ ભાવ જગાયો ઢીંગ મેવાકી ઢેરી,
અચરજ સબ ગાઉજ પાયો, ચરિત્ર કહા કવિ કહેરી…૯૪

માવદાસ જ્ઞાતે ઔદિચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ વીરમગામે નિવાસી હતા. તેઓ શ્રી જમુનેશ મહાપ્રભુજીના સેવક હતા. તેમના ઉપર કૃપા કરી. એક દીવસ માવજીભાઈ સુતા છે. તેઓને સ્વપ્નમાં મહારાજશ્રીએ પ્રગટ પ્રમાણ દર્શન આપ્યા અને આપશ્રી એ પોતાના કંઠની માળા ભાઈ માવજીને કર કમલે બાંધી અને પ્રસાદ આપ્યો. માવજી ભાઈએ પ્રસાદ લીધો તે મીશ્રી શ્રીફળ તથા દ્રાક્ષનો હતો. પોતે કણકા લઈ બીજો કપડામાં બાંધે ત્યાં જાગી ગયા અને “મહારાજ” એમ બોલી ઉઠયાં પછે તેઓએ તેમના માતા તથા ઘરના બીજા વૈષ્ણવોને જગાડ્યાં અને સરવે વાત કહી દેખાડી મહારાજ શ્રી જમુનેશ મહાપ્રભુજી પોતાના અંતરીક્ષ જુથ સહીત પધારી મને દર્શન આપ્યા અને જુઓ, આ માળા તથા પ્રસાદ આપ્યો. જ્યાં જુએ ત્યાં પ્રસાદની ઢગલી માવજીભાઈની પથારીમાં પડી છે. એ પ્રસાદ વીરમગામના સરવે વૈશ્નવોને વાટી આપ્યો.

પછી જ્યારે મહારાજ શ્રી જમુનેશ વીરમગામ પધાર્યા ત્યારે માવજી ભાઈએ પોતાને ઘેર પધરાવ્યા અને સર્વ સમર્પણ કર્યું. માવજીભાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા તેમની વાર્તાનો પાર નથી.

આવા પરમ ભગવદીય માવજીભાઈને આપણા દંડવત પ્રણામ પોંચે

જય શ્રી ગોપાલ

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *