|| શ્રી ગોપાલો જયતે ||

બ્રાહ્મણ વીરમગામ વિશે હતો જે માલા ધારી,
સ્વપ્નમાં મહારાજધસે ભ્રતજન સંગ ભર ભારી;
મીશ્રી શ્રીફળ દાખ ચયો, પયો તબ મહા પ્રસાદ,
કપરામોં ઘરગ્રહે રહ્યો. બાધ્યો અતી આહલાદ,
મહેતારી ભટ ભાવ જગાયો ઢીંગ મેવાકી ઢેરી,
અચરજ સબ ગાઉજ પાયો, ચરિત્ર કહા કવિ કહેરી…૯૪

માવદાસ જ્ઞાતે ઔદીચ બ્રાહ્મણ વીરમગામે નિવાસી હતા. તે શ્રી જમુનેશ પ્રભુના સેવક હતા. તેના ઉપર કૃપા કરી. એક દીવસ માવજીભાઈ સુતા છે. તેને સ્વપ્નમાં મહારાજશ્રીએ પ્રગટ પ્રમાણ દરશન આપ્યો અને આપશ્રીએ પોતાના કંઠની માળા ભાઈ માવજીને કરકમલે બાંધી અને પ્રસાદ આપ્યો. માવજીભાઈએ પ્રસાદ લીધો તે મીશ્રી શ્રીફળ તથા દ્રાક્ષનો હતો. પોતે કણકા લઈ બીજો કપડામાં બાંધે ત્યાં જાગી ગયા અને “મહારાજ” એમ બોલી ઉઠયાં પછે તેણે પોતાની મા તથા ઘરના બીજા વૈષ્ણવોને જગાડ્યાં અને સરવે વાત કહી દેખાડી મહારાજ શ્રી જમુનેશ પ્રભુ પોતાના અંતરીક્ષ જુથ સહીત પધારી મને દરશન આપ્યા અને જુઓ, આ માળા તથા પ્રસાદ આપ્યો. જ્યાં જુએ ત્યાં પ્રસાદની ઢગલી માવજીભાઈની પથારીમાં પડી છે. એ પ્રસાદ વીરમગામના સરવે વૈશ્નવોને વાટી આપ્યો.

પછી જ્યારે શ્રી જમુનેશ વીરમગામ પધાર્યા ત્યારે માવજીએ પોતાને ઘરે પધરાવ્યા. અને સર્વ સમરપણ કરી દીધું. એ માવજીભાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદી વૈષ્ણવ હતા તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *