|| શ્રી ગોપાલો જયતે ||
હરીસદન કરુંણાલ, સુભક્તિ દાસસુ પેખ્યો.
પ્રસન્ન બદન પ્રેમાલ, લલીતા તનસું લેખ્યો;
પુષ્ટિ જન પર પ્રીત, ભુવન ગોપેંદ્રજ ભાવે,
આનંદ અગ રંગ રીત, દાયક નિધિ દરસાવે;
ગોપાલદાસ ગંભીર ગુન રાજકુંવર સંગ રંગી,
ઘર જમુને પદ ધીર મન, અનુભવ ભ્રાત ઉમંગી…૯૩
એ ગોપાલદાસ મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ ત્રીવેદી હતા. તેણે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીનું જ માન્યું હતું અને પ્રકટ સ્વરૂપના પુરા પ્રેમી હતા. તેનું મુખારવીંદ હંમેશા પ્રસન્ન રહેતું. પુષ્ટિજન પર અથાગ પ્રીતી રાખતા અને તે જ શ્રી ગોપેંદ્રજીનું ભુવન માનતા. અહોનીશ આનંદમાં રહેતા. એ ગોપાલદાસ એવા ગુણમાં ગંભીર હતા. રાજકુંવરના તે સંગી હતા. તે અહોનીશ જમુનેશના ચરણનું ધ્યાન કરતા અને અનેક પ્રકારનો અનુભવ લેતા એવા તે ઉમંગી પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply