|| શ્રી ગોપાલો જયતે ||
નાઉ નિવેદન ધાર, પદાંબુજ પધરાએ,
પ્રગટ કુટુંબ પરીવાર, શરણ સબે તબ આએ;
પેખ મગ્નતા પ્રાન મુખ, બદ ધન પ્રભુ મેરો,
કૃપા કરી જન જાન, ટાર્ય પુરી ફર ફેરો;
સુંદર શુભ શ્રી ગોપેંદ્ર, સકલરૂપ શીર મોર,
કીકા દ્રઢ આનંદ કર, છબી વહે રંછોર…૭૮
કીકાભાઈ જ્ઞાતે દશાવર વાણીયા વૈષ્ણવ હતા અને કડી ગામે નિવાસી હતા. શ્રી ગોપેંદ્રજી કડી પધાર્યા ત્યારે તેઓ નામ-નિવેદન પામ્યા હતા અને પોતાના કુટુંબ પરિવાર સમસ્તને શ્રી ગોપેંદ્રજીનું નામ નિવેદન કરાવ્યું હતું.
તેઓએ પોતાનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને સમરપણ કરી દીધું હતું, શ્રી ગોપેંદ્રજીએ આપશ્રીના ચરણારવીંદ પધરાવી આપ્યા હતા. જે સેવ્ય ઠાકુરજી તેઓને સાનુભાવ હતા. તેઓએ શ્રી ગોપેંદ્રજીને વિનંતી કરી જે પ્રભુ આપને ધન્ય હો, અમારે સંસારરૂપી સમુદ્રનો ભય હતો તે આપે ટાળ્યો. શ્રી ગોપેંદ્રજીનું સુંદર સ્વરૂપ તેના હૃદયને વિશે અહોનીશ બિરાજી રહ્યું હતું,
કીકાભાઈને કમળશીભાઈ નામે દીકરા હતા. તેઓએ શ્રી ગોપેંદ્રજીની ટહેલમાં રહેવા આપશ્રીને વિનંતી કરી અને આપશ્રીની આજ્ઞાથી તેઓ સ્ત્રી સહીત આપશ્રી ભેળા રહ્યા, અને લોકીકની જે સાંકળ હતી તે તોડી નાખી.
શ્રી ગોપેંદ્રજીના ગુન સ્વરૂપ ભગવદી જે સુંદરદાસ તે કમળશીભાઈના સંગી હતા. તેમના સંગે રહી શ્રી ગોપેંદ્રજીની ખવાસી કરી. એવી રીતે ધર્મ પરાયણ, પરમ કૃપાપાત્ર કમળશીભાઇએ પોતાની દેહ અલોકીક બનાવી દીધી અને અંતે પ્રભુ ચરણમાં સાક્ષાત પધાર્યા. એમની વાર્તાનો પાર નથી.
આવા પરમ કૃપાપાત્ર ભગવદી કીકાભાઈ, કમળશી ભાઈ તથા સુંદરદાસજી ને આપણા દંડવત પ્રણામ પોંચે
સુત કવંલસી સાચ્ય, સંબંધ પ્રભુસો સોહે,
મોદીત મહારસ માચ્ય, મુખ દેખત મન મોહે;
ઈન તોરી કુલ્ય આં, ગોપેન્દ્રકે ગુણ ગોહે,
રૂપ રહ્યો ચિરાંચ્ય, હાસ સદા સંગ હોહે,
પયો ખવાસી પાસકી, સુંદરદાસ સુજાન,
લીલા બિબિધ બિલાસકી, મહા બઢાયો માન… ૭૯
((શ્રી ગુણમાલ ભકતમાલ તથા શ્રી પુષ્ટિ સંહિતા માંથી ) )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||


Leave a Reply