|| કીકાભાઈ ||

0
263

|| શ્રી ગોપાલો જયતે ||

નાઉ નિવેદન ધાર, પદાંબુજ પધરાએ,
પ્રગટ કુટુંબ પરીવાર, શરણ સબે તબ આએ;
પેખ મગ્નતા પ્રાન મુખ, બદ ધન પ્રભુ મેરો,
કૃપા કરી જન જાન, ટાર્ય પુરી ફર ફેરો;
સુંદર શુભ શ્રી ગોપેંદ્ર, સકલરૂપ શીર મોર,
કીકા દ્રઢ આનંદ કર, છબી વહે રંછોર…૭૮

કીકાભાઈ જ્ઞાતે દશાવર વાણીયા વૈષ્ણવ હતા. કડી ગામે નિવાસી હતા. શ્રી ગોપેંદ્રજી કડીએ પધાર્યા ત્યારે તે નામ-નિવેદન પામ્યા હતા, અને પોતાના કુટુંબ પરિવાર સમસ્તને શ્રી ગોપેંદ્રજીનું નામ નિવેદન કરાવ્યું હતું. પોતે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને સમરપણ કરી દીધું હતું, સેવામાં શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદ પધરાવ્યા હતા. અને શ્રી ગોપેંદ્રજીને વીનતી કરી જે પ્રભુ આપને ધન્ય હો. અમારે સંસારરૂપી સમુદ્રનો ભય હતો તે ટાળ્યો. એવી તેની ભાવના ઘણી જ સારી અને દ્રઢ હતી. શ્રી ગોપેંદ્રજીનું સુંદર સ્વરૂપ તેના હૃદયને વિશે અહોનીશ ચુંબી રહ્યું હતું, પોતાના સેવ્ય ઠાકુરજી સાનુભાવ હતા. કીકાભાઈને કમળશીભાઈ નામના દીકરા હતા. તેણે શ્રી ગોપેંદ્રજીની ટહેલમાં રહેવા વીનતી કરી અને શ્રી ઠાકુરજીની આજ્ઞાથી પોતાની સ્ત્રી સહીત શ્રી ગોપેંદ્રજી ભેળા રહ્યા, અને લોકીકની સાંકળ હતી તે તોડી નાખી.

સુત કવંલસી સાચ્ય, સંબંધ પ્રભુસો સોહે,
મોદીત મહારસ માચ્ય, મુખ દેખત મન મોહે;
ઈન તોરી કુલ્ય આં, ગોપેન્દ્રકે ગુણ ગોહે,
રૂપ રહ્યો ચિરાંચ્ય, હાસ સદા સંગ હોહે,
પયો ખવાસી પાસકી, સુંદરદાસ સુજાન,
લીલા બિબિધ બિલાસકી, મહા બઢાયો માન… ૭૯

શ્રી ગોપેંદ્રજીના ગુન સ્વરૂપ ભગવદી સુંદરદાસ તે કમળશીભાઈના સંગી હતા. તેની સંગે રહી શ્રી ગોપેંદ્રજીની ખવાસી કરી. એવી રીતે ધર્મ પરાયણ, પરમ કૃપાપાત્ર કમળશીભાઇએ પોતાની દેહ અલોકીક બનાવી દીધી અને અંતે પ્રભુ ચરણમાં સાક્ષાત પધાર્યા. કીકાભાઈ પરમ કૃપાપાત્ર ભગવદી હતા તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here