|| શ્રી ગોપાલો જયતે ||
ગુન તાં વીરમગામ, દ્રેજન ઉજર દાસ,
પ્રભુ પ્રગટ ધર પાઉં, રાજીત રંગ તિત રાસ;
ગીરન લગી જબ ગાંત્ય, બચન બદે તબ બાસા,
ચચા ચલો બેગ બટ, પીયુ સુખ પૅહુ પાસા;
દુસરે દિન બસતા બહ્યો, પયે પદ સંબંધી સંગ,
મંડપ મધ્ય એક માસ પે, દરસે દ્વેરસ રંગ…..૭૭
વાસોભાઈ અને વસ્તાભાઈ જ્ઞાતે મોઢ વાણીયા વૈષ્ણવ હતા અને વિરમગામ રહેતા. શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદ તેના માથે બીરાજતા. તે તેને સાનુભાવ હતા. વસ્તાભાઈએ પોતાના કાકા વાસાભાઈને કહ્યું કે મારે શ્રી ગોપેંદ્રજીના નિજધામને વિશે જ્યાં અખંડ રાસવિહાર કરે છે ત્યાં ગૌ લોકને વિશે જવું છે અને આ લોકીક દેહને છોડી દેવી છે. ત્યારે વાસાભાઇએ કહ્યું જે મંડપની પત્રી આવી છે, તો મંડપ કરીને ચાલજો. ત્યારે વસતાભાઇએ કહ્યું કે પ્રભુની ઇચ્છા છે માટે આ લોકીક દેહ તો છોડી દેવી છે અને તમારી ઈચ્છા છે તો મંડપમાં તમોને બીજી અલોકીક દેહે મળીશ. એમ કહી વસતાભાઈ બીજે દીવસે ચાલ્યા. ત્યાર પછી એક માસ પછી મંડપમાં વસતાભાઈ સામૈયામાં વાસાભાઈ તથા બીજા વૈશ્નવોને અલોકીક દેહ મળ્યા. પંદર દિવસનો મેળાપ હતો ત્યાં સુધી સાથે જ રહ્યા તેવા પરમ કૃપાપાત્ર વાસાભાઈ તથા વસ્તાભાઈ શ્રી ઠાકોરજીના અનીન અને અટંકા ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને હસમુખ હિંડોચા(રાજકોટ)ના જય ગોપાલ ||
Leave a Reply