|| શ્રી ગોપાલો જયતે ||

જેઠ અશાડ સુશ્રાવન, ભદુ અસો કાતી માગ,
પોષ મહા, ફાગુન, ચેત, વિશાખ લગી તન આગ,
દુખીયસુ દ્વાદશ માસ, વિરહી બિલખત આવે,
સુત સહે દ્વાપરે ત્રેજર્યે, પ્રભુ પદ કોન પોંચાવે,
દ્રીષ્ટ કલુ ધુંધલ ધર, શ્રી ગોપેંદ્ર કીયો સંજોગ,
મોહન સુખ સબ માસ ભર, ભલોપએ તબ રસ ભોગ…૫૪

મોહન ભટ્ટ જ્ઞાતે પ્રશ્નોરા બ્રાહ્મણ વૈશ્નવ હતા. પોતે પછે ગામના નિવાસી હતા અને પછી ગારીયાધાર રહેતા. તેમને શ્રી ગોપેંદ્રજીનું દાન હતું. અને નારણ ભટના સંગી હતા. પોતાનું લોકીક છોડી અલોકીકમાં જ દેહ ગાળી તેમણે શ્રી ગોપેંદ્રજીના બાર માસ બનાવ્યા છે તે ભક્તિનું ખરૂં સ્વરૂપ બતાવે છે તેમાં પોતે ટુક નાખી છે જે આવા મહાન કલીયુગમાં સાક્ષાત શ્રી ગોપેંદ્રજી સાક્ષાત પુર્ણાનંદ પુરૂષોત્તમ પ્રગટ થયા છે અને પોતાના જીવને સુખ આપે છે. સત-ત્રેતા અને દ્વાપર યુગના જે જીવ છે તે ક્લીયુગમાં જન્મ લેવાની ઇચ્છા કરે છે કારણ કે ચાર વ્યુહ રહીત સાક્ષાત પુષ્ટ પુષ્ટ પુષ્ટિ સ્વરૂપનું પ્રગટ કલીયુગમાં શ્રી વલ્લભ કુળભૂષણ શ્રી ગોપાલજી સુત શ્રી ગોપેંદ્રજીનું છે. વળી પોતાને અનીન આશ્રય અને દ્રઢતા અને સ્વરૂપ નિષ્ઠા પૂર્ણ થઈ હતી. પોતે સદાય આનંદમાં જ રહેતા. તેમને માથે શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદ બીરાજતા. તે તેમને સાનુભાવ હતા. પોતે બાર માસ બનાવ્યા છે તે વીરહી જનોને ઘણાજ ઉપયોગી છે. ઘણા વૈશ્નવોને સ્વરૂપનિષ્ઠા કરાવી છે એવા પૂર્ણ કૃપાપાત્ર હતા. તેની વારતાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *