|| શ્રી ગોપાલો જયતે ||
ધસ્યો પ્રભુકે ધાઉં, નાઉ સુનત ઉઠી દોર્યો,
હોત મહા ગુન ગ્રાઉ, નેહસું નેજા ખોર્યો,
ચૌદશકો દિન આય, પાય પ્રગટ બોહો ખેલે,
લીલા રસ ચિત લ્યાય, ગાય નિજજન રંગ રેલે,
અંગ રહ્યો આનંદમેં, ભ્રત જન બિચ ભરપૂર,
બદ્રીજાની જન બંદમેં, સજ્યો સુભક્તિ સુર…૧૩
બદ્રીનાથ સાઠોદરા નાગર વૈષ્ણવ હતા અને જુનાગઢ ગામે નીવાસી હતા. તેઓ દેસાઈ દ્વારકાદાસ ના સંગી હતા
તેઓ ભગવદીઓને જ સાક્ષાત શ્રી ગોપેંદ્રજીનું સ્વરૂપ માનતા હતા અને અનીન પતિવૃતાના ભાવથી અષ્ટપહોર શ્રી ગોપેંદ્રજીની સેવા કરતા હતા. તેઓ ક્યાંય પણ નીકળતા નહીં અને અવૈષ્ણવ નું મોઢું જોતા નહીં.
તેઓએ શ્રી ગોપેંદ્રજીની લીલાનું બરનન કર્યું છે અને બીજા ઘણા પદ ગાયા છે. અને પદમાં શબ્દ રચના ઘણી જ સુંદર કરી છે.
તેઓ મહા ગુણવાન હતા. પ્રભુનું નામ સાંભળતા ત્યાં દોડીને જાતા. તેઓ દરેક ચૌદસનો ઓચ્છવ મનાવતા અને વૈષ્ણવોનો પુરણ ભર હતો.
તેઓ એ મહાન ભક્તિ કરી જેમ સૂર્ય પ્રકાશ આપે તેમ વૈષ્ણવના જૂથમાં ભક્તિ પ્રકાશ પાડ્યો છે. એવા મહાન કૃપાપાત્ર હતા. તેમની વારતાનો પાર નથી.
આવા પરમ ભગવદીય બદ્રીનાથ જાની તથા દેસાઈ દ્વારકાદાસને આપણાં દંડવત પ્રણામ પોંચે
જય શ્રી ગોપાલ
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Leave a Reply