|| શ્રી ગોપાલો જયતે ||
ધસ્યો પ્રભુકે ધાઉં, નાઉ સુનત ઉઠી દોર્યો,
હોત મહા ગુન ગ્રાઉ, નેહસું નેજા ખોર્યો,
ચૌદશકો દિન આય, પાય પ્રગટ બોહો ખેલે,
લીલા રસ ચિત લ્યાય, ગાય નિજજન રંગ રેલે,
અંગ રહ્યો આનંદમેં, ભ્રત જન બિચ ભરપૂર,
બદ્રીજાની જન બંદમેં, સજ્યો સુભક્તિ સુર…૧૩
બદ્રીનાથ સાઠોદરા નાગર વૈષ્ણવ હતા. જુનાગઢ ગામે નીવાસી હતા. તે દેસાઈ દ્વારકાદાસના સંગી હતા તે શ્રીગોપેંદ્રજીનું સ્વરૂપ સાક્ષાત ભગવદીમાંજ માનતા હતા અને અનીન પતિવૃતાના ભાવથી અષ્ટપહોર શ્રી ગોપેંદ્રજીની સેવા કરતા હતા. ક્યાંય પણ નીકળતા નહીં અને અવૈશ્નવનું મોઢું જોતા નહીં. શ્રી ગોપેંદ્રજીની લીલાનું બરનન કર્યું છે. અને બીજા ઘણા પદ ગાયા છે. પદમાં શબ્દરચના ઘણીજ સુંદર કરી છે, મહા ગુણવાન હતા. પ્રભુનું નામ સાંભળતા ત્યાં દોડીને જાતા. પોતે દરેક ચૌદસનો ઓચ્છવ મનાવતા. વૈષ્ણવોનો પુરણ ભર હતો મહાન ભક્તિ કરી જેમ સૂર્ય પ્રકાશ આપે તેમ વૈષ્ણવના જૂથમાં ભક્તિ પ્રકાશ પાડ્યો છે; એવા મહાન કૃપાપાત્ર હતા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply