|| શ્રી ગોપાલો જયતે ||

હેતે ત્યાં હળવદ ગામ, શ્રી જન અતી સકુમાર,
પેખ ગોપાલકે પાંઉ, પાઈ પ્રેમ પ્રકાર;
ગીર ગયે જલ ઘટ ગેલ, રૂપ પીયુ લોભાણી,
મન ભુલી ગ્રહે મેલ, મહા રૂચ હરીસો માણી;
પ્રભુ પધારે શ્રવન સુન, તેજુ પરતીત તન,
ભૃત્યજન જીવન ભાત્ય ભન્ય, મધ્ય નિશ્ચો પદ મન…૧૬

સંવત ૧૯૭૦ની સાલમાં આપશ્રી ગુજરાત થઈને પ્રથમ હાલાર હળવદમાં પધાર્યા છે. ત્યાં જીવનદાસની ૧૫-૧૬ વર્ષની વણિક તેની બેટી તેજુનો અંગીકાર કર્યો. શ્રીજીના દરશન કરતા, તેજુનું મન શ્રીજીના સ્વરૂપમાં હરાય ગયું. એવી કૃપાનું દાન તેજુને કર્યું. તેને શ્રીજીએ પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિનુ અવિચળ દાન કર્યું. શ્રીજી હળવદમાં પધાર્યા છે. ત્યારે શ્રીજીની વય, વરસ ૩૩, ની છે. કેસરી પાંગ અને અતલસની લાલ કભાય, અને કેસરી ઉપરણો ધારણ કર્યો છે. દરીઆઉ મોજડી પાઉમાં પહેરી છે. ધોડા ઉપર અવાર થયા છે. કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપનું દરશન થઈ રહ્યું છે. શ્રીજીને પધરાવવા માટે વૈષ્ણવ જુથ, જીવનદાસ, રાણશીપારેખ, સવારાવળ વિગેરે સર્વે સામૈયાની તૈયારી કરી રહ્યા છે. એવું સાંભળી જીવદાસની બેટી તેજુને શ્રીગોપાલજીના દરશન કરવાની તાલાવેલી લાગી. તવારે ગાવિદદાસની સ્ત્રી, રાણી ભાઈ સાથે તેને સખી ભાવ હતો. એટલે તેની પાસે જઈને કહ્યું : “રાણી બાઈ” પ્રભુ શ્રીગોપાલલાલજી પધારે છે. અને બધા વૈષ્ણવો સામૈયું લઈને જઈ રહ્યા છે. ચાલો આપણે પણ દરર્શન કરવા જોઈએ. .

તવારે રાણી બાઈએ કહ્યું. ‘તેજું? આપણાથી કેમ જવાય ? લોક લાજ રાખવી જોવેને? બધા વૈષ્ણવ મંગળ ગાતા વાતા જાએ અને આપણને કોઈ મોટેરા દેખે તો ખીજે’ તવારે તેજુએ કહ્યું, “વ્રજભક્ત રાસમાં ગયાં હતા, ત્યારે તેમને કોણે જોયા હતા? અને કોણે રોક્યા હતા ? આપણું શુદ્ધ અંતઃકરણ હશે તો કોઈ દેખશે નહિ. અને શ્રીજી મન મનોરથ પુરણ કરશે. તેમાં ભય શાને કાજે રાખવો ? એમ કહીને બનેએ જલ ભરવાની ગાગર સાથમાં લીધી અને તેજુએ કહ્યું. લે હવે બાનું તો આપણી સાથે છે. પછે કોણ પુછશે ? તુ કશી વાતનો સંકોચ મનમાં ન રાખીશ. આમ બંને સખીજન સાંઠ ગાંઠ કરીને ઘરેથી નિસર્યા.

.


મરાઠી સાખી
મોઢ વણિક હળવદમાં જીવન, હતા શ્રીજીના દાસ,
સેવે પ્રિયતમ પાદ સ્નેહથી, રહે એમાં રળીઆત;
થઇ જગખ્યાત…હાં…સેવાના પરતાપ,
તેજુ પુત્રી ભાવીક તેની, સેવે છે જેમ તાત,
સંગીના રંગે રંગાણી, પડી ચિત ઊંડી છાપ;
છઈ ભલી ભાત…હાં…ગોકુલપતિની ખાસ.


વૈષ્ણવ જુથ બધા મળીને એક ગાઉ સુધી સામૈયું લઈને શ્રીજીની સનમુખ ગયા. બંને સખીઓ વૈષ્ણવના જુથમાં નારી વૃંદમાં ભળી ગયા. કોટિ કંદર્પ લાવણ્ય સિપુ શ્રીગોપાલલાલજીના દરશન કરાત સર્વનો મને પ્રભુમાં હરાય ગયા. ત્યાં કોણ કોને પુછે, એવી દેહદશા સર્વની થઈ ગઈ. દરશન કરતા માત્રામાં તેજુનું ચિત્ત શ્રીજીના સ્વરૂપમાં હરાય ગયું. શ્રીજી જેના ઉપર કૃપા કટાક્ષ કરે તેની દશા તુરત પલટાય જાય. શ્રીજી પોતાના પુરવના જીવને ઓળખી લીએ. તેજુને મહાદશા ઉત્પન્ન થઈ, તેની દેહની શુદ્ધિ શ્રીજીએ રાખી. ઘણાં મોટા વૈભવ સાથે ધામધુમથી સામૈયું ચાલ્યું. અને તળાવ ઉપર આવ્યું. ત્યાંથી દરબારગઢ પાસે આવ્યું. એટલે રાજાએ વિનંતી કરી, દરબારગાઢમાં પધરાવ્યા. રાજા-રાણીએ શ્રીજીને ઘણુ મનુહાર કીધું. આરતી કરી, ન્યોચ્છાવર કરી. ઘણી ભેટ ધરી. ત્યાંથી જીવનદાસના ગૃહે પધાર્યા. જીવનદાસે શ્રીજીને પધરાવીને ઘણી ભેટ ધરી. અને તેજુને નામ-સમર્પણ આપ્યું. નામ સમર્પણ થતા તેજુની દેહદશા બદલાઈ ગઈ. અને ગદ્ગદ્ કંઠે વિનંતી કરતાં કહ્યું. “જે રાજ તમારા દર્શન વિના રહ્યું જાય નહિ” તો રાજ મારા ઉપર કૃપા કરીને સાથે રાખો !

ગીતિ :
થઈ વૈભવ સહુ ભેળા, કીરતન કરતા ચાલ્યા પધરાવા,
મંગલ ગુણ રસાળા, ગાયે પાછળ મલકાતી બાળા.
લાલણી : વીશ વરસનું સ્વરૂપ સુંદર, કોટીક સુર્ય સમી કાન્તિ,
ઝળહળ રૂપ પ્રકાશે એવું, જોતાં થાય છે ઉર શાંતિ
ભાલ તિલક કેસરી પાઘ છે, શીરપર ધારી મનહારી,
અતલસનો વાઘો અનુપમ, તે પર ઉપરણી છે ધારી;
ગ્રીવા વીશે છે અમૂલ્ય હારો, મણી માણેક હીરા જ્યોતી,
કુંડળ ઝળકે કર વીશે તે, પહેર્યો બહુ મુલનાં ગોતી,
કર કંકણ પાયે નુપુર છે, મોજડીઓ પણ રત્ન જડી,
અશ્વસ્વાર થઈને અલબેલો, આવ્યા જોઈ ખરી પ્રીતડી.

તવારે શ્રીજીએ કહ્યું. તેજું, તારી વય છોટી છે. તો સાથે ક્યાંથી રાખીએ ? જે અમો પરદેશ કરીને શ્રીગોકુલ પાછા પધારવા પ્રયાણ કરશું. તવારે તને સાથે લઈ જશું. એમ કહીને તેજુના મનનું સાતવન કર્યું. અને ઘણી આશા આપી. શ્રીજી હાલારના પરદેશમાં પધાર્યા.

તેજુને અત્યંત વિરહભાવ જાગૃત થયો. અહોનિશ એજ ચિત્તવની રહી. કોઈ પથિક આવે તેને શ્રીજીના સમાચાર પુછે. જે તમો હાલારથી આવો છો? નગરથી આવો છો ? એમ સર્વને પુછ્યા કરે. અને આશામાને આશામાં દિવસ વ્યતિત કરે. પણો વિરહતાપ વધતા રૂદન કરે.

“તુમ બિછરત છેનું મરત હું, કહા જાઉ બિન તોએ ॥ તુમ મુરત મમ ચિત્ત લીખી, સૌ જીવાવત મોએ “I એવી વિરહતાપની સાખી બોલે. અને તેને શ્રીજી વિના કાંઈ સુજે પણ નહિ. આવા વિરલતાપમા તજુએ ૧૩ વર્ષ વિતાવ્યા.

ત્યારબાદ સંવત ૧6૮૩ના પરદેશમાં શ્રીજી વાંકાનેરથી હળવદમાં પપાર્યા

જીવનદાસ, લક્ષ્મીદાસ તથા સેવા રાવળ તથા રાણશી શાહ પારેખ, તેની સ્ત્રી રાણીબાઈ, તેજુ તથા વૈષ્ણવ સમાજે ઘણા આનંદ ઉત્સાહ સાથે રૂડી રીતે ધામધુમથી સામૈયું કરી શ્રીજીને જીવનદાસના મહે પપરાવ્યા. તેજુને શ્રીજીના દરશન સુખ પ્રાપ્ત થતાં ભાવ વિભોર બની ગઈ. વિપ્રયોગ-વિરહતાપ શાંત થયો.

શ્રીજી ખૂબ જ પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે. સાથે લાલજી ગોદમાં બિરાજી કલાનિધિએ કલાની ચેષ્ટાઓ કરી સેવકજનના મનોરંજન કરતાં ખેલી રહ્યા છે. તેવું દરશન સુખ પ્રાપ્ત થતા, જીવનદાસ, પોતાના ભાગ્યની સરાહના કરી રહ્યા છે. તેજુ લાલજીને લાડ લડાવવા આતુરતા સેવી રહી છે. શ્રીજીએ સર્વોને ચરણ સ્પર્શ આપ્યા. સર્વોએ ભાવપૂર્વક ભેટ ધરી. લાલજીનું શ્રીમુખ નિરખી રહ્યા છે. તેજુએ મનભરી શ્રીજીના દર્શન કરતા કહ્યું, “રાજ! મારી આશા ઈચ્છા ક્યારે પૂર્ણ કરશો ? ગોકુલના દરશન કરવાની તીવ્ર લગની તેજુની જાણી, શ્રીજીએ મીઠી મધુર વાણીમાં કહ્યું ? તેજુ, અમો દેશમાંથી ફરી ગોકુલ ચાલશું તવારે સાથે લેશું. એવું વારંવાર તેજુને આશાયુક્ત વચન આપતા. તે આશા-પાશમાં તેજુ પોતાના પ્રાણ ટકાવી રહી હતી. શ્રીજી ત્યાંથી વઢવાણ પધારવા વિજે થયા. શ્રીજી પધારતા તેજુના પ્રાણ આકુળ વ્યાકુળ બન્યા. તેની લગની અધિક વિરહાગ્નિ રૂપ બની ગઈ. ‘જીવનદાસ’ તેજુને સ્વસ્થ કરતાં સમજાવે છે. બેટી શ્રીજીએ વાયક આપ્યું છે તે જરૂર તારી આશા પુરણ કરશે. હજુ તારી વય છોટી છે, માટે શ્રીજી સાથે લઈ જવાની ઈચ્છા નથી કરતાં.

તેજુએ પિતાજીના વચન સાંભળી પોતાની ભાવનાને પ્રગટ કરતાં કહ્યું. પિતાજી, ભક્તિમાર્ગમાં વય, અવસ્થા કે જાતિનું પ્રમાણ નથી. ધ્રુવ, પ્રહલાદની વય ક્યાં હતી. ભાવયુક્ત પ્રેમ જ નિઃસાધન માર્ગમાં સાધન અને ફલરૂપ છે. ત્યાં કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી.

તેજુએ કહ્યું : પિતાજી હવે મારી ધીરજ ખુટી ગઈ છે, આ વિરહતાપ હવે અસહ્ય લાગે છે. હું તો મારી ઈચ્છા મુજબ જરૂર ગોકુલ જઈશ. મારે તેના કોઈ સાથની જરૂર નથી. પ્રેમોન્માદમાં તેજુ બોલી. છતાં પિતાજી આપની વાત ઉપર વિશ્વાસ રાખી રહી છું. છેવટ તો મારો નિર્ણય ફળશે તેવું મને જરૂર લાગે છે. ‘ગોપીઓની જેવી સ્થિતિ મારી મારા પ્રાણનાથે મનોહર પ્રીતમે પેલી નજરે કરી છે. પિતાજી, એ વાત વિરહની વેદના સિવાય સમજી શકાય તેવી નથી. આપ મારા પાલક છો. જેથી તમારી પ્રીત અને મમતાના કારણે ભલે મને સમજાવો’ આટલું કહી તેજુ એ ચિતવનીમાં ગુંથાઈ ચુપ રહી જીવનદાસ લાલન-પાલન કરેલી બેટીની વાતનો પરામર્શ પામી ગયા. અને મનમાં નિજ ઈચ્છા કરિષ્યતિનો આશરો લઈ શાંત રહ્યા. પ્રભુજી ક્યાં પરદેશમાં બિરાજે છે. તેવા સમાચાર તેજુ સર્વ કોઈ પાસેથી જાણે છે. અને જે કોઈ વૈષ્ણવ આવે તેને પોતે વિનંતી પત્ર લખીને શ્રીજીને વારંવાર પોતાના વચનની યાદી આપે છે. તેજુને પ્રભુજીએ મળવા માટેની અસહ્ય વિરહાગ્નિ પ્રજવલિત રહ્યા જ કરે છે. શ્રીજી હળવદ પધાર્યા. ત્યારે પ્રભુજીએ વચન આપેલું કે, અમે ગોકુલ જશું ત્યારે સાથે લઈ જશું. એજ તાલાવેલી ગોકુલ જવાની ઝંખના—લાલસા અધિકને અધિક વધતી ગઈ. આશામાને આશામાં તેજુએ આટલા સમય દરમ્યાન પોતાના પ્રાણ ટકાવી રાખ્યા.

અચાનક વ્રજવાસી કિશોર આવ્યો. જીવનદાસમાં હાથમાં શ્રીજીનો પત્ર આપતા કહ્યું: ‘શ્રીજી ગોકુલ પધારે. વ્રજવાસીના શબ્દો સાંભળતા જ તેજુના પ્રાણ પરવશ બની ગયા. અને વિરહાગ્નિની હાય નિકળતા બોલી, ઊઠી વે એસે હી નિકલે આખર એસે હી કીયે.

જીવનદાસ થોડો સમય સમાચાર જાણી ઉદાસ થયા. પોતાના આર્તનાદથી પ્રભુને વિનંતી કરતા કહેવા લાગ્યા. હે પ્રભુ ! મારી લાડલી બેટીની આશા ક્યારે પુરણ કરશો? ‘પ્રભુ આપતો કરૂણાના સાગર છો. દીનજનોના દયાના સાગરરૂપ છો ! આટલું બોલતા ગદ્ગદ્ કંઠ થઈ ગયો.

બનજારો : કહે તાતને તેજુ બીચારી, જાવા વૃજમાંહે વિચારી,કહે
કરવાને યમુના પાને, હવે તાત જવું ઝટ મારે,
ગણી લાવ જગતમાં આને, કરૂં જાવા માટે તૈયારી,…કહે
સમજાવે જીવનદાસ, નવ થા તું પુત્રી ઉદાસ,
હું આવીશ તારી સાથે, બે વર્ષ પછી પરવારી,કહે
નવ ભવિષ્ય ઘડીનું જાણું, બે વર્ષ સુધી કયમ તાણું,
છે દેહ ત્યાં લગી માણું, જંજાળ જગત દુ:ખ કારી,…કહે
કદી દેહ પડે આ ધારે, રહે સર્વ મનોરથ મારે,
એ પ્રભુ સાચો સથવારો, દઈ રજા કરો ઉપકારી…કહે
સાંભળ હે પુત્રી મારી, પુછું પહેલાં વૃજધારી,
લેશે એ કંઈ શુધ તારી, ચિંતા નવ રહે લગારી…કહે

વ્રજવાસી કિશોરને જવાની ઘણી ઉતાવળ હતી. પણ આ દૃશ્ય જોતા સ્તબ્ધ થઈ ગયો. શ્રીજીની લીલા જોઈને અચંબો પામતા બોલી ઉઠ્યો, ધન્ય હો પ્રભુ ! આપને, ઔર આપના દીનજનો દાસને ! આપકે બિના ‘જલ બીન મચ્છલી જૈસી દશાકો પ્રાપ્ત કરતે હૈ.’ તેજુ પોતાની વિરહ વેદના છેલ્લા પત્રમાં નિવેદન કરતાં લખે છે. પોતાને પ્રથમ નજરે દર્શન થતાં જે સ્થિતિ થઈ હતી, તેનો ચિતાર રસિક પદની રચના કરી લખ્યો છે. । એહી ચિતવની મેરે જીયામે બસી રી 1)

પ્રભુજી આપના મનમોહક સ્વરૂપનું દર્શન મને થયું છે. તે સ્વરૂપની ચિતવની મારા અંતરમાં સ્થિર થઈ ગઈ છે. કોઈ ઉપાયથી તે છુટતી નથી. છોડવા ઘણાં પ્રયત્ન કરૂ છું, પણ તે અંતરમાંથી દૂર થતી જ નથી. કારણ કે જયારથી આપના રસીલા નેત્રનાં બાણ મને વાગ્યા છે. ત્યારથી મારુ અંતર વિંધાય ગયું છે મને શું ખબર ! આપના રસિલા નેત્ર કટાક્ષના બાણની વેદના અસહ્ય હશે ! હું મારા ઘરમાં અપાર સુખ સાહેબીમાં રહેતી હતી. ગ્રહકાજ દાસ દાસીઓ કરતી. કોઈ કાર્યનો બોજ ન હતો. લોક મુખે આપની પ્રભુતાના વખાણ સાંભળતા મોટા ઘરની બેટી હોવાથી જલ્દી બહાર ન નીકળી શકું. જેથી આપના દરશન કરવાના નિમિત્તે જળ ભરવાના બાનાથી, ગાગર લઈને ઘર બહાર નીકળી પડી. જલ ભરવાના માર્ગ ઉપર આપના મનમોહક લાવણ્યયુક્ત સ્વરૂપનાં દર્શન થતાં જ મારૂં મન આપના સ્વરૂપમાં આપે હરી લીધું. તવારથી મારા અંતરમાં આપના ભુજંગરૂપી મદન-કામે મને ડંસ માર્યો છે. તે ભુજંગના ડંસની લહેર મારા મનમાં તીવ્ર તાલાવેલી જગાવી વિરહવેદનાથી સતાવી રહ્યો છે. જેને મટાડવાનો કોઈ ઉપાય નથી. જેની કોઈ ઔષધ કે જડીબુટ્ટી નથી, કે જેનાથી તે ડંસની વેદના દૂર થાય. કારણ કે, મારા મનને ગમતો પ્રીતમ જ્યારથી મળ્યો ત્યારે આપના ચરણનો સ્પર્શ કરવા દોડીને આપના ચરણમાં પડી ચરણ સ્પર્શ કરતાં મારી દેહદશા બદલાઈ ગઈ. નેત્રની પલક બીડાતી નથી. પ્રાણ પરવશ બની ગયા છે. અહોનિશ આપના વચનની યાદ આવતા પ્રીતમને મળવાની ઝંખનામાં શુદ્ધ—બુદ્ધ ખોવાઈ જાય છે. તેને કારણે સર્વ કોઈ મારે માટે મનગમતા શબ્દો ઉચ્ચારે છે. શેરીઓ ચૌટે, સર્વ કોઈ મારી ચુગલી નિંદા કરે છે. પાસમાં રહેતી પાડોશણ મારી આ દશા જોઈને હાંસી ઉડાવે છે. મને જોઈને સખી સાહેલીઓ જરા સંકોચ પામતી લજ્જિત થઈને પોતાના નેન ઉંચા-નીચા કરતી બીજી સાહેલીને સાનમાં કહે છે. જોવો કેવી બાવરી બની છે. પ્રભુના વિયોગમાં ! શું, આમ પ્રભુ મળતા હશે ? આ રીતે નર-નારીઓ મારી મશ્કરી ઠેકડી કરીને મને કટુવચન સંભળાવે છે. મારી એક ક્ષણ કલ્પ સમાન જાય છે. હે પ્રાણનાથ ! આપ આશા દઈને અધવચ્ચેથી પાછા પધાર્યા તે કેમ ચાલશે ? આમ લખતા તેજુના પ્રાણ સમાધિમાં લાગી ગયા. શૈયા ઉપર ઢળી પડી.

જીવનદાસ તેજુની દશમી અવસ્થા થતાં તેજુને સ્વસ્થ કરવાના ઉપાય કરવા લાગ્યા. પણ સર્વ નિષ્ફળ ગયા. જીવનદાસે ત્રીજે દિવસે સેવા કાર્યમાંથી પરવારી તેજુની ભાળ લેતા તેજુ શૈયા ઉપર ન દીઠી. જીવનદાસ સર્વ વાત પ્રકાર પોતાના મનમાં સમજી ગયા ને પત્રની છેલ્લી તુકમાં જીવનદાસે પ્રભુજીએ જણાવ્યું ! જીવન જન્મ સુફલ કર્યો તેજુ, પોંચી પીયાજીપે રૂપ રસીલી । તે પત્ર વ્રજવાસી કિશોરને આપ્યો)

વ્રજવાસી કિશોર શ્રીજીને ગોકુળ પોંચતા પેલા માર્ગમાં મળ્યો અને પત્ર આપી તેજુના સર્વ સમાચાર આપ્યા. શ્રીજીએ મંદમંદ હસતા કહ્યું, ‘વેસે હી થે, ઈનકો એસે હી ચાહિયે’ શ્રીજી ગોકુલ પોંચતા તેજુને નિજમંદિરમાં સેવા ટેલ કરતાં જોઈને ઘણું જ પ્રસન્ન થયા. સંગમાં આવેલ વૈષ્ણવ જુથને અલૌકિક નૂતન દેહે નિજમંદિરમાં સેવા ટેલ કરતી તેજુના દર્શન થતાં સર્વ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેજુએ શ્રીજીની પ્રસાદી માલા-પ્રસાદ તથા સમાચાર પત્ર આવેલ વૈષ્ણવને આપતા કહ્યું. પિતાજીને પોંચાડજો, અને મારા જયશ્રીગોપાલ કહેજો હું સદા આનંદમાં છું. હું સ્વદેહે શ્રીજીના ચરણમાં પોંચી છું.

તેજુનો પત્ર (રાગ માઢ)

દોહરો-

પત્ર લખીને આપીયો, વૈષ્ણવ જન સંગાત, તાત; તેજુ મન આનંદ છે, કહેવો જીવન દાસ, પ્રસાદને માળા દઉં, તે દેજો જઈ વૈષ્ણવમાં વાટી અને સૌ થાજો રળીઆત પુષ્ટી સહુ પંથે પડ્યા, મજલ કરી સહુ સાથ. મળ્યા કાગળ દીધો જીવન હળવદમાં હાથ.

પ્યારા હે પિતુ મારા, કરૂણાવાળા તેજુના વાંચો પ્રણામ, તેજુના વાંચો પ્રણામ, મારૂં સિદ્ધ થયું છે કામ પ્યારા પ્રભુ પધાર્યા એવું જાણીને, ખોઈ બેઠી હું ભાન, સાંજ સમે તેદી પંથે મળી છું. વહાલાં પુરણકામ જાણી પોતાની સાથે લીધી, વૈષ્ણવ સંગ પ્યારા તમામ, લેશ ન આવી આંચ મને ને, કાંઈ સોપ્યું નહીં કામ મંદીરમાં પ્રીય નાથ પધાર્યા, રહું છું આઠે જામ, પ્યારા સેવા-સ્મરણમાં સમય જાયે, મળ્યું છે ઉત્તમ ધામ પ્યારા ચિંતા ન કરશો લેશ મહારી. પૂર્ણ અહી વિશ્રામ, પ્યારા લીધી વહાલે પોતે સ્વીકારી, હોય પછી શી હામ કોટીક દોષ થયા હોય મ્હારા, તે નવ ધરશઓ ધ્યાન, જયગોપાલ કહેજો સરવેને, આપીને મારું નામ પ્યારા

થોડા સમયબાદ વૈષ્ણવો હળવદ આવ્યા. તેજુએ આપેલ પત્રસહિત માલા-પ્રસાદ જીવનદાસને આપ્યા. આ સમાચારથી જીવનદાસ ભાવાવેશમાં આવી વૈષ્ણવના ચરણ પકડી પુછવા લાગ્યા. તમે તેજુને જોઈ?! જીવનદાસે વૈષ્ણવ જુથનું ખૂબ ભાવપૂર્વક સનમાન કરી મોટો ઉત્સવ મનાવ્યો. પુષ્ટિમાર્ગના પ્રત્યક્ષ ફળની સર્વને પ્રતીતિ થઈ. તેજુના પ્રસંગથી સર્વ કોઈ એ લીલા અને પ્રભુની પ્રભુતાના મુક્ત કંઠે ગુણગાન કરવા લાગ્યા. આ રીતે પ્રભુના રૂપની રસીલી તેજુએ પોતાનું જીવન, જન્મ સુફલ કરી પિયાજીની પાસે નિત્ય ગોકુલવાસની આશા પુરણ કરી. ધન્ય છે તેજુને જેની યાદ આપણે આજે કરી રહ્યા છીએ.

વાટ જુએ છે દાડી દાડી, તેજુ પ્યારાની, વાટ જુએ છે દાડી દાડી,
ક્યારે પધારે વૃજધારી…તેજુ.
ખાનપાનમાં રૂચી ન લાગે, નિંદ્રા એણે ત્યાગી,
રસનાથી નિત્ય નામ રટે છે, જગ સુખથી પરવારી રે… તેજુ
કોઈ પ્રવાસી આવે બહારથી, સમાચાર ઝટ પુછે,
ક્યારે મારા પ્રભુ આવશે, એ ઝંખે છે નારી રે…તેજુ
પાદર સુધી જાય એ સામી, નવ દેખે જગ સ્વામી,
નિરાશ થઈ આવી ઘર બેસે, નવ ઝંપે પળવારી રે…તેજુ


ગીતો – બહુ હઠ લીધી નારે, જાવું મારે જરૂર પ્રભુ હારે,
દાદાજી સમજાવે, પણ કોનું જરીએ નવ ગણકારે,
પહોર સમય જ્યાં વિત્યો, વીરહ વેદનાથી ત્યાં દેહ છુટી,
પંથ જતાં વૃજધારી, સાંજ સમે પહોંચી થઈ ત્યાં વિખુટી.


લાવણી – સુણી જ્યાં વાત બધી એવી (૨)
પડયા ચરણમાં વૈશ્નવ સઘળા ગણી મહા દેવી
બનેના પ્રાકૃત જીવ થકી (૨) એવી સેવા અવિનાશીની કોઇથી ન થતી
કહે વૈભવ જોઈ એને (૨) સમાચાર દેવાના હોયે ઘેર કંઈ દેને,
જવું છે દેશ પ્રતિ કાલ(૨) પત્ર પાઠવવો હોય ખુશીનો અમને એ આલે.


દોહરો- પત્ર લખીને આપીયો, વૈશ્નવ જન સંગાત,
તેજુ મન આનંદ છે, કહેજો જીવન દાસ,
પ્રસાદને માળા દઉં, તે દેજો જઈ તાત;
વૈશ્નવમાં વાટી અને, સૌ થાજો રળીઆત
પુષ્ટી સહુ પંથે પડયા, મજલ કરી સહુ સાથ,
હળવદમાં જીવન મળ્યા કાગળ દીધો હાથ.



માઢ : પ્યારા હે પિતુ મારા, કરૂણાવાળા તેજુના વાંચો પ્રણામ,
તેજુના વાંચો પ્રણામ, મારું સિદ્ધ થયું છે કામ
પ્રભુ પધાર્યા એવું જાણીને, ખોઈ બેઠી હું ભાન,
સાંજ સમે તે દી પંથે મળી છું, વહાલા પુરણકામ.પ્યારા.
જાણી પોતાની સાથે લીધી, વૈશ્નવ સંગ તમામ,
લેશે ન આવી આંચ મને ને, કાંઇ સોંપ્યું નહીં કામ.પ્યારા.
મંદીરમાં પ્રીય નાથ પધાર્યા, રહું છું આઠે જામ,
સેવા-સ્મરણમાં સમય જાયે, મળ્યું છે ઉત્તમ ધામ…પ્યારા.
ચિંતા ન કરશો લેશ મહારી, પૂર્ણ અહીં વિશ્રામ,
લીધી વહાલે પોતે સ્વીકારી, હોય પછી શી હામ…પ્યારા.
કોટીક દોષ થયા હોય મ્હારા, તે નવ ધરશો ધ્યાન,
જયગોપાલ કહેજો સરવેને, આપીને મારું નામ…પ્યારા.

સદા જ પ્રભુ શરણને ચહે, જગતમાં જનમ-મરણ નવ રહે,
પ્રેમ થકી એના ગુણ ગાયે, જાય કદી વૃજ માંય;
પોતાના જાણીને રાખે, ગોકુલપતી નિજ ગ્રહે…સદા

“એહિ ચિતવની મેરે જિયામેેં બસિરી…”

( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||



Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *