|| બળીયા સાથે રમણ કરવા ||

0
121

|| શ્રી ગોપાલો જયતે ||

બળીયા સાથે રમણ કરવા, ચાલો આપણે જઈએ ||
રત બસંત આઈ સબ સખીયા, કયું બેસી અબ રૈયે.||૧||

હે સખીગણ ! ચાલો આપણે રમતમાં જે હાર ન માને તેવા રસીયા સાથે રમણ કરવા જઈએ. વસંત તુ આવી છે, હવે બેસીને શું કરીશું ? ચાલો ખેલવા.

અબીર ગુલાલ અરગજા મૃગમદ, કેસર માટ ભરૈયે ||
રત્ન જટિત પીચકારી ભરભર, રઘુનંદન છીરકૈયે.||૨||

ખેલ ખેલવા માટે અબીર, ગુલાલ, અરગજા, મૃગમદ, કેસર જલના માટ ભરી, હાથમાં રત્ન જડીત પીચકારી ભરી રઘુનંદન કહેતા પ્રભુ શ્રીગોપાલલાલ પર છીરકીયે.

અંબ મોર ફૂલે બન અતિહિ, ફુલી સબે નિજનારી ||
સાજ સબે લઈ આઈ ધમકે, રંગ ઉપજ્યો અતિ ભારી.||૩||

આ સમયે આંબામાં મોર આવે છે. વનમાં પણ વનરાઇના પાનો ખરી નવી કુંપળ ફુટે છે. એ જ રીતે વ્રજનારીના હૃદયમાં પ્રિયતમ સાથે વિહારના ભાવ ખિલે છે. આ વ્રજયુવતિ ખેલના વિવિધ સાજ લઈ અતિ ઉત્સાહથી આવી છે. આ સમયે ખેલનો ઉત્સાહ બન્ને તરફ વધી રહયો છે.

એક ઓર શ્રીગોપાલ રસિકબર, એક ઓર નિજ નારી ||
અબીર ગુલાલ ઉછારત છાંટત, ખેલ મચ્યો સુખકારી.||૪||

એક તરફ પ્રભુ શ્રીગોપાલલાલ, જે રસિક શિરોમણિ છે, તે ભકતોના ભાવ ને પોષવા પધાર્યા છે. જ્યારે એક બાજુ વ્રજ સુંદરી છે. આ સમયે પરસ્પર અબીર ગુલાલ ઉડાડી- છાંટી ખેલ થઈ રહયો છે.

એહી ઔસર રાની સત્યભામા, બ્રજ જન નારી સંગે ||
મિલી પ્રિતમ સમીપે આઈ, લપટી અંગો અંગે.||૫||

આ સમયે રાણી સત્યભામા વ્રજયુવતિ સંગમાં રહી, પરસ્પર ખેલ કરી
પ્રિયતમ ને અંગો અંગ લપટી રહી છે.

અતિ રંગ રેલ ચલી તેહી બિરિયા, હાર ન માને કોઈ ||
કાનદાસ તેહી ઔસર નિરખત, રહ્યો આપનપો ગોઇ.||૬||

પ્રિયા-પ્રિયતમ-વ્રજસુંદરી પરસ્પર ખેલ કરી અતિ આનંદ મગ્ન થઈ ખેલી રહયા છે. કાનદાસ આ રહસ્ય લીલાનું દર્શન કરી, પોતે પોતાના પણું ભૂલી તે સ્વરૂપમય થઈ રસમગ્ન થયા છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here