|| બિહારત સરસ વસંત દોઉ મલી ||

0
276

|| શ્રી ગોપાલો જયતે ||

બિહારત સરસ વસંત દોઉ મલી, નવલ કિશોર કિશોરી ||
શ્રીગોપેન્દ્ર જામ્બુવંતી રાની, બની હે અનુપમ જોરી.||૧||

વસંત રૂતુમાં ભકતોને, વ્રજવનિતાને સુખ આપવા પિયા-પ્યારી વિહાર
માટે પધાર્યા છે.

બિબિધ ભાતિ બન ભયે પ્રફુલિત, મલે હે પવન સુખકારી ||
મધુકર નિકર કીર કોકિલા, પિક કરત કુલાહાલ ભારી.||૨||

પ્રિયતમ પધારશે તે ભાવથી આ સમયે વન ખીલ્યા છે. પવન પણ મંદ મંદ વાઈ રહયો છે. આ સમયે ભ્રમર, પોપટ, કોકીલા, મધુર સ્વરથી ગુંજારવ કરી રહયા છે.

જુવતી જુથ મલી આઇ સજકે, પૂજા સાજ બનાઈ ||
કનક કલશ પર નૌતમ નવ, બસંત બધાવન આઇ.||૩||

વ્રજયુવતિ પોત-પોતાના જુથમાં પૂજાનો સાજ લઈ વસંત વધાવા આવી છે.

બાજત તાલ મૃદંગ ચંગ ડફ, નવલ નગારે ધોરી ||
ચુવા ચંદન ઓર અરગજા, કેસર ભરી હે કમોરી.||૪||

વ્રજસુંદરી મૃદંગ, ચંગ, ડફ, નગારા તાલપૂર્વક વગાડી મંગલ ગીત ગાઈ રહી છે. પોતાની સંગ ચુવા, ચંદન, અરગજા (પીળો સુગંધી પદાર્થ), કેસર જલના ગાગર ભરી લાવી છે.

અબીર ગુલાલ ઉડાવત નિજજન, ભર ભર ઝોરા ઝોરી ||
ઉનમદ મદન બાઢયો અંગો અંગ પ્રત, બદત નાહિ કાહુ કોરી.||૫||

વ્રજભકતોના ભાવથી સોરઠના સુહાગી ભગવદભકતો પરસ્પર અબીર, ગુલાલ ઝોરી ભરીને ઉડાવી રહ્યા છે. પ્રિયતમ સંગ વિલાસ કરતા અંગઅંગમાં એવો કામ વ્યાપ્યો છે કે કોઇનું પણ ન માને તેવા રતિરસમાં રસમય થયા છે.

અવિલંબ આલિંગન ચુંબન, ઉરજે નહિ સુરઝાઈ ||
અરસપરસ નિરખત દંપત છબ, કૃષ્ણદાસ બલ જાઈ.||૬||

શ્રીગોપેન્દ્રજી સંગ શ્રીરૂક્ષમણિજી, શ્રી જામ્બુવંતિ, શ્રી રૂકમાવંતી, શ્રીવ્રજકુંવરવહુજી તથા વ્રજભકતના ભાવથી ભૂષિત વૈષ્ણવયૂથ પરસ્પર આલિંગન, ચુંબન, અવિલંબ કરી ખેલમાં રત થયેલ છે. આ અલૌકિક રહસ્ય લીલાનું દર્શન કરી કૃષ્ણદાસ શ્રીગોપેન્દ્રજીના સ્વરૂપ પર વારી જાય છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર) ના ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here