|| શ્રી ગોપાલો જયતે ||
ખેલત હૈ શ્રીગોપેન્દ્ર લાડીલો, સુભગ પંચમી આજ ||
મત વસંત મદન દલ સજકે, આયો હે રતિ પતિ રાજ.||૧||
કામદેવ કામના બાણો લઈ વસંત માસમાં સજીને આવ્યા છે. આ સમયે સુભગ પંચમીના દિવસે શ્રીગોપેન્દ્રજી બનીઠનીને ખેલવા માટે પધાર્યા છે.
કુંજ કુંજ કુસુમિત દ્રુમ વેલી, ફુલે વિપુન અઢાર ભાર ||
કેકી કીર કપાત ઓર ખગ, માતે મધુકર કરે રે ગુંજાર.||૨||
સમગ્ર વન-વનરાઈ પ્રિયતમ ખેલવા માટે પધારશે તે ભાવથી નવ પલ્લવિત થઈ રહી છે. આ સમયે કોયલ, પોપટ, મોર, કબુતર, ભ્રમર, પશુ, પક્ષીઓ ઉન્મદ થઈને સુંદર સ્વરથી ગુંજારવ કરી રહયા છે.
બેના બેન ઝાંજ ડફ મૌવર, બાજત ચંગ મૃદંગ તાલ ||
કેસુ કેસર અગર કુમકુમા, ઉડત સોરંગ અબીર ગુલાલ.||૩||
વ્રજસુંદરી વિવિધ વાજિંત્રો વગાડી વસંતના વધામણા ગાઈ રહી છે.
અબીર ગુલાલ, કેસર ના જલ છીરકી વાતાવરણને રંગમય કરી રહી છે.
નાચત ગાવત કરત કતોહલ, ફૂલે નિજજન બિરધ બાલ ||
ખેલત રસ ભરે તેહી ઔસર, કૃષ્ણદાસ ભયો નિહાલ.||૪||
વસંતના આ વધામણામાં સર્વ વ્રજવાસી નાચી-ગાઈને આનંદ વ્યકત કરી રહયા છે. પ્રગટ પુરૂષોત્તમ શ્રીગોપેન્દ્રજી આ રસમય લીલાનું સોરઠના સુહાગી વૈષ્ણવોને પ્રગટ ખેલ સુખ આપી રહયા છે, કૃષ્ણદાસ કહે છે તેનું દર્શન કરીને હું ધન્ય થયો છું.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર) ના ‘જય ગોપાલ’ ||