|| શ્રી ગોપાલો જયતે ||
ચાલો સખી મિલી જોવા જઈએ, આવ્યો માસ વસંત ||
કોયલડી બન માંહે ટહુકે, મધુરા મોર હસંત. ||૧||
હે સખી ! વસંત માસ આવ્યો છે. ચાલો પ્રિયતમને જોવા જઈએ. વનમાં કોયલ મધુરા સ્વરથી ટહુકે છે. આ મોર હાસ્યથી ટેહુ ટેહું કરી રહયો છે, સખી મારી જેમ પ્રિયતમને શોધી રહી છે.
શ્રીગોપાલ સત્યભામા સુંદરી, અરૂ સબ જુવતી છંદ ||
ખેલ મચ્યો જમુનાને તીરે, મધ્યમણિ રઘુવર નંદ.||૨||
શ્રીયમુનાજીના કીનારે પ્રભુ શ્રીગોપાલલાલ, શ્રીસત્યભામાં સુંદરી તથા વ્રજયુવતિ વૃંદ સંગ અબીર, ગુલાલ, ચુવા, ચંદન, કેસરના જલથી ખેલ થઈ રહયો છે.
વસ્ત્ર ગ્રહીને જેલમાં નાખ્યા, અબલા થયા આધીન ||
હો હો હસતા ઘણું કસ કસતા, ઉભા આવી દીન.||૩||
વ્રજસુંદરી સંગ શ્રીયમુનાજીના કિનારે પરસ્પર ખેલ થઈ રહયો હતો ત્યારે પ્રભુ શ્રીગોપાલલાલે આ વ્રજસુંદરીને શ્રીયમુનાજીમાં ધક્કો માર્યો, અને પોતે પણ આ સુંદરી મધ્યમાં બિરાજ્યા.
નગમ થકા થઈ જલમાં પેઠાં, શ્રીજી સીખે દોડી ||
ઝાલી જલમાં હાર મનાવ્યા, અબલાના અંગ મોડી.||૪||
આ સમયે પોતાને કશી જ ખબર નથી પડતી તે ભાવ રાખી આપ શ્રી
ગોપાલલાલ શ્રીયમુનાજળમાં પધાર્યા. સર્વ સુંદરીના અંગ મોડી, આપે યુવતિ-જનને હરાવ્યા.
મન ગમતુ કીધું મારે વાલે, હસીને સાહીડે લીધા ||
જીવન જન તબ અતિ સુખ પામ્યા, કાજ સર્વેના સિધ્યા.||૫||
વ્રજસુંદરીના મનમાં જે મન મનોરથ હતો કે પ્રિયતમ સંગ આલિંગન થાય તે જીવનદાસ કહે છે થઈ રહયું છે. સર્વ યુવતિજનના ખેલ દ્વારા મનોરથ સિધ્ધ થઈ રહયા છે.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||
Leave a Reply