|| નહીં રે બોલું નાહોલીયા તમસું ||

|| શ્રી ગોપાલો જયતે ||

નહીં રે બોલું નાહોલીયા તમસું, આવડો અન્યાય કીધો |
કમલ કુચ નવરંગ નાનકડી, તે પર નીરભે નખ દીધો.||૧||

હે પ્રિયતમ ! અમે તમારી સાથે હવે નહિ બોલીયે, કેમ કે આપે અમને
સ્વરૂપમાં મોહિની કરી, હવે અમારો ત્યાગ કરો છો. જેમ કમલની ડાંડી કોમળ હોય અને તેના પર નખ મારી જુદી કરીયે તેમ આપે અમારી સાથે કર્યું છે.

આધે અધુર રંગ દીસે રાતા, વળી ડસણ ડંક દીધો ||
તેવ તેવડી સહીયર દેખંતા, પ્રગટ પ્રેમ રસ પીધો.||૨||

જેમ નાગણ ડંસે અને ઝેર ચડે ને રોમ રોમમાં પ્રસરે તેમ આપે અધર
દ્વારા અધરામૃત આપી સહુ સહિયર દેખતા પ્રગટ પ્રેમ રસ પાયો છે.

પહેલે તો અપરાધ હમારો, નિર્લજ શું નેહ કીધો ||
મન જીવન શ્રીગોપેન્દ્ર હસી મુખ, બોલ બેહુ કર દીધો.||૩||

હે સખી ! અમે આ નિર્લજથી સ્નેહ કરી અમારો અપરાધ થયો છે. ઘણું વિનવવા છતાં પ્રિયતમ પધારતા નથી. પ્રથમ સ્નેહ કરી સ્વરૂપાશકત કરાવી હવે દર્શન આપતા નથી. બસ, આજ સમયે જીવનદાસ કહે છે મારા હૃદયમાં વિરહ ભાવ હતો તો પ્રગટ પધારી શ્રીગોપેન્દ્રજીએ મને પોતાના હસ્ત પ્રસરાવી આલિંગન આપ્યું.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર) ના ‘જય ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *