|| આયો આયો વસંત સખી ચાલો ||

|| શ્રી ગોપાલો જયતે ||

આયો આયો વસંત સખી ચાલો, શ્રીરઘુવીર દ્વારે જઈએ ||
અંગોઅંગ ઉબટના કરકે, અગર સુબાસ સુહૈયે ||૧||

હે સખી ! ચાલો, શ્રીરઘુવર દ્વારે જઈએ, વસંત ઋતુનું આગમન થયું
છે. પ્રિયતમને નિરખવા જતા પહેલા આ અંગને શુદ્ધ કરીએ, વિવિધ સુગંધિત પદાર્થોથી સ્નાન કરી શુદ્ધ થઈએ.

અંગો અંગ ભુક્ષન બસન પહેનકે, પ્રિતમ નિરખત જૈયે ||
ચુવા ચંદન મૃગમદ કેસર, અબીર ગુલાલ ઉડઈએ ||૨||

પ્રિયતમને નિરખવા માટે સોળે શણગાર સજી, નૂતન વસ્ત્રો પહેરી જઈએ. ચુવા, ચંદન, મૃગમદ, કેસર, અબીર, ગુલાલ, ઉડાડતા જઈએ. (ચુવા ચંદન = એક જાતનું ચંદન) (મૃગમદ = હરણની નાભિમાંનો સુગંધિત પદાર્થ).

એહી બિધ સાજ સબે લે નિકસી, આઈ રઘુવીર દ્વારે ||
ગાવત ગીત બસંત સુહાવત, આનંદ અંગ અપારે ||૩
||

પ્રભુ શ્રીગોપાલલાલ સંગ ખેલવા સાજ લઈ વ્રજ યુવતિ ટોળે મળી આવી છે. વસંતના વધામણાંના મંગલ ગીતો ગાતી અંગ અંગમાં આનંદિત થઈ આવી છે.

છીરકે જાય ગોપાલલાલકું, ખેલ મચાયો તિહાંયે ||
અબીર ગુલાલ અરગજા બેહુ બિધ, છીરકે હે મન ભાયે
||૪||

સર્વ સુંદરી ખેલવાનો સાજ લઈ, વિવિધ સોળે શણગાર સજી શ્રી
ગોપાલલાલ પાસે પધાર્યા, પરસ્પર ખેલ થઈ રહ્યો છે. પ્રભુ શ્રી ગોપાલલાલની ઉપર અબીર, ગુલાલ, અરગજા (એક જાતનો પીળો સુગંધિત પદાર્થ) પુષ્કળ પ્રમાણમાં ઉડાડી પોતાના મનમાં હરખાઈ રહી છે.

મન ભાયો ફગવા દીયો, પ્રિતમ નિજ જનકે સુખદાઈ ||
એહી લીલા નિરખી તેહી ઔસર, કાનદાસ બલજાઇ ||૫||

શ્રીરઘુવીરના દ્વારે વ્રજયુવતિ અને વ્રજેશ્વર શ્રીગોપાલલાલ સાથે મનગમતો ખેલ કરી, ફગવા લઈ પ્રિયતમને પ્રિય થઈ રહયા છે. કાનદાસ આ સમયે આ લીલાનું દર્શન કરી સર્વસ્વ અર્પણ કરે છે. આ રહસ્ય લીલા છે. ખેલના બહાને વ્રજયુવતિનું પ્રિયતમ સાથે મુકત મિલન છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *