|| શ્રી ગોપાલો જયતે ||
ચાલો ચાલો સખી શ્રીગોપાલ તણે ગૃહે, હળી મળી જોવા જઈએ ||
રૂતુ બસંત ફુલી બનવેલી, પ્રાન પિયાજીસું કહીયે.||૧||
વસંત ઋતુના વધામણાથી પ્રિયતમ સંગ વિલાસના મનમનોરથ માટે હે સખી ! ચાલો આપણે શ્રીગોપાલલાલના ગૃહે શ્રીગોપેન્દ્રજી બિરાજી રહયા છે ત્યાં જઈએ. પ્રાણ પ્રિયતમને વિનવીએ કે વસંત ઋતુ આવી છે.
કોકિલા કીર કરે કુલ ભાષણ, અલિંગુન રાગ આલાપે ||
સુખ રૂપી સંજોગી જનને, વિરહી ને સંતાપે ||૨||
જેમ વનમાં કોકીલા, પોપટ પોતાના મધુર સ્વરથી વાતાવરણને મધુર કરે, જેમ ભ્રમર રસના પાન માટે ગુંજારવ કરે તેમ જેના પ્રિયતમ છે તેમના માટે આ સમય સુખરૂપ છે. પ્રિયતમ દૂર છે તેમના માટે વિરહરૂપ સમય છે.
અબીર ગુલાલ અગર રસ ધોરી, પહેરો નવરંગ ચોળી |
કોણ મનોરથ પુરે મનના, હરિયેદાસ પિયા ટોળી.||૩||
પ્રિયતમ સંગ વિલાસ નવરંગ ચોળી પહેરી, શણગાર સજી, ખેલવા માટે અબીર, ગુલાલ અગર રસ લઈ પ્રિયતમ સંગ ખેલના જે મનમનોરથ છે તે હરિદાસ કહે છે કોણ પૂરશે ? દ્વાપરમાં જે વચન આપેલ તે કલિયુગમાં શ્રીગોપેન્દ્રજીએ પ્રાગટય લઈ આ વ્રજસુંદરીના જે મનમનોરથ હતા તે ગૃહના સેવનમાં પૂર્યા છે.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર) ના ‘જય ગોપાલ’ ||