|| શ્રી ગોપાલો જયતે ||
પંચમી શુભ લગ્ન સુમુહૂર્ત, અનંગ બધાઈ આઈ ||
ગૃહે ગૃહે થે જુવતી જન જુરી જુરી, ચલી સબ વસંત બનાઇ||૧||
વસંત પંચમીના દિવસે યુવતિજન ગૃહે ગૃહે પૂજાનો સાજ સજી વસંતના મંગલ વધામણા ગાતી આવી રહી છે.
ગોધમ સરસવ આંબ માંજુરી, ઢાંક કુસુમ અરૂ અબીર ગુલાલ ||
આવત પીત દોઉ કુલ પુર જલ, કનક કલશ ઉરમાલ||૨||
વ્રજયુવતિ હાથમાં કનક કલશમાં પૂજાનો સાજ સજી, અબીર, ગુલાલ, ફુલો ઢાંકી આવી રહી છે.
તાલ મૃદંગ ઝાંજ ડફ ઝાલરી, બાજત બિબિધ બિલાસ ||
ફાગુન ગાવત અનંગ બઢાવત, પહોંચી પિયાજુ કે પાસ||૩||
આ વ્રજસુંદરી વિવિધ વાજિંત્રો-મૃદંગ, ઝાંઝ, ડફ, ઝાલરી વગાડતી વગાડતી ફાગુનના ગીત ગાતી પ્રિયતમ સંગ વિલાસ કરવા શ્રી ગોપેન્દ્રજી પાસે આવી રહી છે.
પ્રાનનાથ સંગ પુજા કરકે, સુ બચન કહે બ્રજબાલ ||
હરિયે પિયા શ્રીગોપેન્દ્ર ગરવીલો, ચિરંજીયો ચિરૂકાલ||૪||
આ વસંત ઉત્સવની પૂજા કરીને પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલને આશિષ વચન આપી આ વ્રજવનિતા ઘણું જીવો તેમ કહે છે. હરબાઈબા પોતાના ભાવ આ પદમાં વર્ણવતા વ્યકત કરે છે કે શ્રીગોપેન્દ્રજી વ્રજયુવતિ સંગ વિલાસ કરવા ગર્વથી યુકત છે.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડીયા (શિહોર) ના ‘જય ગોપાલ’ ||
Very nice