|| તો ખેલુ તુમ સાથે વહાલા ||

|| શ્રી ગોપાલો જયતે ||

તો ખેલુ તુમ સાથે વહાલા, જો ભીડો મુજ બાથ ||
સહીયર સમાણી સહુ કોઈ ખેલે, જે છે મહારે સાથ.||૧||

હે પ્રિયે ! તમે જે મને બાથમાં લેશો તો જ હું આપની સાથે રમણ કરીશ. જે સખી મારા આ વિચારને અનુકૂળ છે, તે સર્વ સુંદરી સાથમાં ખેલી રહી છે.

પ્રથમ સમાગમ થઈ મદમાતિ, તિહારા રંગે રાતી ||
સત્યભામા વર તુજ સંઘાથે, રમણ કરૂ ભલી ભાતિ.||૨||

શ્રીગોપાલલાલનું પ્રથમ દર્શન કરતાં જ તે સ્વરૂપમાં લોભાણી, પ્રિયતમ
સંગ રમણ કરવા – વિવિધ વિહાર કરવા સત્યભામા પતિ પધારો.

મળીયા સનમુખ પિયુજી નિજ જન, ખેલ કરે બહુ ભાંતે ||
અબીર ગુલાલ ઉછારત છાંટત, મૃગમદ કેસર માતે.||૩||

ખેલ ખેલવા વ્રજસુંદરી-પ્રિયાજી-પ્રિયતમ સન્મુખ પધારી પોત પોતાના
ભાવથી ખેલી રહયા છે. આ સમયે અબીર, ગુલાલ, મૃગમદ કેસરના માટ ભરી ઉડાડી રહયા છે. ઉન્મદ થઈ ખેલ ખેલી રહયા છે.

ફુલી રત બસંત તણી અબ, ફુલ્યા રસિક રસાલ ||
કાનદાસ ફુલ્યો તેહી ઔસર, નિરખી ભયો નિહાલ.||૪||

આ વસંત રૂતુ ફુલી છે. જેમાં પ્રિયા પ્રિયતમ સંગ વિહાર કરે છે. રસિક રસાલ શ્રીગોપાલલાલ પણ ભકતોના ભાવને પૂરવા પધાર્યા છે. કાનદાસ કહે છે હું પણ રસિક લીલા નિરખી નિશ્ચિતપણે કૃતાર્થ થયો છું. દ્વાપરની લીલા કલિયુગમાં પ્રત્યક્ષ થઈ રહી છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *