|| શ્રી ગોપાલો જયતે ||
જાયો ગોપાલ જાનકી રાની ||
જે જે કાર ભયો ત્રિભુવનમેં, બોલત સબ મિલી મંગલ બાની.||૧||
શ્રીરઘુનાથજીના વહુજી શ્રીજાનકીરાણીના પુત્ર સ્વરૂપે આજે શ્રીગોપાલલાલનો જન્મ થયો છે. ત્રણેય લોક – સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં જય હો જય હો શબ્દ મહાનુ- ભાવો દ્વારા થઈ રહયો છે. વિપ્રજનો, મુનિજનો, તપસ્વીઓ, સિધ્ધો જેવા મહામુનિ દ્વારા મંગલ ઉચ્ચારણો થઈ રહયા છે.
ચલી સબ વૃંદ બધાવન બહોબિધ, નૌસત આભ્રન અંગોઅંગ ઠાની ||
ગાવત મંગલ ગીત ઉમંગભર, રઘુવર આંગન ભીર ભરાની.||૨||
શ્રીમદ્ ગોકુલમાં જ્યાં પ્રભુ શ્રીગોપાલલાલનું પ્રાગટય જાનકી કુંખે થયું છે ત્યાં ગોકુલના સર્વ સુંદરીજનો અનેક પ્રકારના આભૂષણધારી આવી રહયા છે. મંગલ ઉચ્ચારણ કરતા હરખભર શ્રીરઘુનાથજીના આંગણે ભીડ થઈ છે.
મંગલ સાથીયા કરત સુંદરી, મોતન ચોક પુરત મન માની ||
નાચત ગાવત કરત કતોહલ, આનંદ ઉમંગ્યો ઉર ન સમાની.||૩||
શ્રીરઘુનાથજીના ગૃહે યુવતિજનો કુમકુમથી દ્વાર પર સાથીયા કરે છે. સાચા મોતીના સાથીયા ચોકમાં કરે છે. સર્વ સુંદરી સાથે મળી ચોકમાં આનંદભર નાચી રહી છે. એટલો આનંદ થયો છે કે હૃદયમાં સમાતો નથી.
વિપ્ર મહામુનિ બેદ પઢત હૈ, સુરપતિ પુષ્પ વૃષ્ટિ કરાની ||
રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, સબ નિજજન સુખદાની.||૪||
શ્રીરઘુનાથજીના ગૃહે શ્રેષ્ઠ ભુદેવો દ્વારા વેદોનું મંગલ ગાન થઈ રહયું છે. દેવલોક માંથી ઇન્દ્ર પુષ્પની વૃષ્ટિ કરી રહયા છે. રામદાસ કહે છે મારા પ્રભુએ ગોકુલમાં પ્રાગટય લઈ પોતાનું જે અંગીકૃત જુથ હતું તેને સુખનું દાન કર્યું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||