|| રઘુવરનંદ નાથ હમારે ||

0
92
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

રઘુવરનંદ નાથ હમારે, રઘુવરનંદ નાથ હમારે ||
શ્રીગોપાલ ગોકુલમેં પ્રગટે, ચૌદ લોક ઉજીયારે. ||૧||

જેનો પ્રકાશ ચૌદલોકમાં છે જે ચૌદલોકને પાવન કરે છે તેનું પ્રાગટય શ્રીમદ્ ગોકુલમાં થયું, શ્રીરઘુનાથજીના નંદ એટલે શ્રીગોપાલલાલ છે તે અમારા સ્વામિ છે.

ધન્ય ધન્ય કુંખ શ્રી જાનકી મૈયા, જીન જાયો એહી બારે ||
વલ્લભકુલ શિરતાજ તિલકબર, જીવન પ્રાણ આધારે.||ર||

શ્રીજાનકીજીની કુંખ શ્રીઠાકુરજીના પ્રાગટયથી ધન્ય થઈ છે. શ્રીવલ્લભકુલમાં જે બાલકોનું પ્રાગટય થયું છે તેમાં આપ શ્રીગોપાલલાલ જેમ ભાલમાં તિલક મધ્યમાં હોય તેમ આ૫ કુલમાં શ્રેષ્ઠ છો. આપ ભકતોના જીવનના પ્રાણ આધાર રૂપ છો. આપના દર્શનથી ભકતોના પ્રાણ ટકી રહ્યા છે.

મનકી જાય કૈયે પ્રિતમસુ, કૃપા કરી પાઓધારે ||
કાનદાસ પિયુ વેગે આયે, બિરહા તાપ નિવારે.||૩||

મનમાં પ્રભુ મિલન માટે જે વિરહ હતો તે વ્યકત કર્યો તો પ્રભુ શ્રીગોપાલલાલ ભકતોના સુખ માટે પધાર્યા. કાનદાસ કહે છે આપે ભકતોના ભાવ પુરવા પ્રાગટય લીધું છે. પ્રગટ પ્રદેશ કરી રાસ રસિક લીલા કરી વિરહ તાપ નિવાર્યા છે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here