|| શ્રી ગોપાલો જયતે ||
જાનકીનંદ આજ નિરખ્યો, જાનકી નંદ આજ ||
શ્રીગોપાલ કૃપાનિધિ પ્રગટે, સરેહે સબન કે કાજ.||૧||
આજે મેં શ્રી જાનકીમૈયાના પુત્ર રત્ન રૂપ શ્રીગોપાલલાલનું દર્શન કર્યું. શ્રીગોપાલલાલ પોતાના ભકતો પર કૃપા કરવાવાળા છે. જે જીવ એમના શરણે જાય તેમનું કાર્ય સિધ્ધ થાય તેવું સ્વરૂપ છે.
ઉમંગી જુવતી દ્વારે આઇ, નૌસત આભ્રન સાજ ||
નિરખત હે મુખ લાલ સુંદરી, બિસર્યો ગૃહે કો કાજ.||૨||
વ્રજની નારીઓ વિવિધ શણગાર સજી આનંદભર શ્રી જાનકીમાતાના ગૃહે આવી. શ્રીગોપાલલાલના મુખનું દર્શન કરી એવી સ્તબ્ધ થઈ કે પોતાના ઘરનું કામકાજ ભૂલી ગઈ.
દેત આશિષ સકલ મિલી સુંદરી, ચિરંજીયો સુભટ સુરાજ ||
કાનદાસ પ્રતાપ પુરન, ચૌદ લોક શિરતાજ.||૩||
સર્વ વ્રજયુવતિ મળી શ્રીગોપાલલાલને ઘણું જીવો તેવા આશીર્વાદ આપે છે. જેમ યુધ્ધમાં શુરવીર યોધ્ધા હોય તેમ રસિક ભકતજનોના રસ રૂપ સ્વરૂપ શ્રીગોપાલલાલ છે. જે સારી રીતે ભકતજનોનું રાજ્ય ચલાવી મનગમતા સુખ આપે છે. કાનદાસ કહે છે શ્રીગોપાલલાલનો યશ સોળકળાએ સંપૂર્ણ છે જે ચૌદલોકમાં શિરમોર છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકીબેન ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||