|| રઘુવરનંદ આજ પ્રગટે ||

0
86
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

રઘુવરનંદ આજ પ્રગટે, રઘુવર નંદ આજ ||
ભાદો માસ સુભગ દિન ખષ્ટિ, સરે હે સબન કે કાજ.||૧||

શ્રાવણ મહિનાની વદ છઠના દિવસે આપે શ્રીરઘુનાથજીના ગૃહે પ્રાગટય લઈ ભૂતલના તમામ જીવોના કાર્ય કર્યા છે. સર્વ જીવોનું હીત કર્યું છે.

બાજત ઢોલ નિશાન નફેરી, ઝાંજ મૃદંગ અરુ તાલ ||
શ્રવન સુનિત સબ આઇ દોર કે, સુધ ન પરત નરનાર.||૨||

શ્રીરઘુનાથજીના ગૃહે શ્રીગોપાલલાલના પ્રાગટયથી અનેક પ્રકારના વાજીંત્રો દ્વાર પર વાગી રહયા છે. વ્રજલલનાઓ આ સાંભળી શું કૌતુક થયું તે જોવા દોડી છે. સ્ત્રી- પુરૂષ સર્વ વ્રજના લોકોને આ પ્રાગટયથી દેહનું અનુસંધાન ન રહયું તેવા આનંદિત થયા છે.

નિરખી મુખ શ્રીગોપાલલાલકો, ફુલે સબ બ્રજનાર ||
ભુલ ગઇ આપુનપો તેહી છંનુ, સરવસ દીનો વાર.||૩||

વ્રજયુવતિઓ શ્રીગોપાલલાલનું બાલ સ્વરૂપ જોઈ ખૂબ જ આનંદિત થઈ, પોતે પોતાનું ક્ષણભર સ્વરૂપ ભૂલી આ લાલનનું દર્શન કરતાં ક્ષણભર વિવશ થઈ ગઈ, પોતે પોતાનું જે હતું તે બધું જ આ લાલન પર ઓવારણા લઈ અર્પી દીધું.

દેત દાન બેહુ બિધ બિધના, નિજજન કીયે નિહાલ ||
કાનદાસ તેહી ઔસર ફુલે, નિરખી ભયો નિહાલ.||૪||

શ્રીરઘુનાથજીએ અનેક પ્રકારની દાનો આપ્યા. શ્રી ગોપાલલાલે સ્વરૂપ દર્શનનું દાન આપી પોતાના અંગીકૃત ભગવદી હતા તેને ન્યાલ કર્યા. કાનદાસ કહે છે તે સમયે હું પણ આ સ્વરૂપનું દર્શન કરી ધન્ય થયો.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકીબેન ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here