|| શ્રી ગોપાલો જયતે ||
ગોકુલ મેં જુ ગોપાલ પ્રગટે, ગોકુલ મેં જુ ગોપાલ ||
કલજુગ જીવ ઓધારન કારન, સંતજનકે પ્રતિપાલ.||૧||
દ્વાપરમાં જેમ આપનું પ્રાગટય ઉજવાયું હતું તેમ અત્યારે કલિયુગમાં દૈવી જીવો ને રાસની પ્રાપ્તિ કરવા માટે તેમજ સંતજનો જે કલિયુગમાં છે તેમની પ્રીત પાળવા આપે
પ્રાગટય લીધું છે.
દ્વિજકુલ મંડન તિલંગા તિલક, લછમન કુલ શણગાર ||
કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધારી, જે જે કરત બ્રજબાલ.||૨||
ભૂતલ ઉપર આપે બ્રાહ્મણ સ્વરૂપે પ્રાગટય લઈ તેમને વિશેષ કર્યા છે. તિલંગા કુલમાં જેમ તિલક શિર પર શોભિત હોય તેમ દ્વિજકુલમાં તિલંગાકુલને શ્રેષ્ઠ કર્યું છે. લક્ષ્મણ ભટ્ટજીના કુળમાં શ્રી વલ્લભપ્રભુએ પ્રાગટય શ્રીઠાકુરજીના મુખ સ્વરૂપે લીધું છે તેમાં પણ આપે પ્રાગટય લઈ કુળને વિશેષ કર્યું છે. કુંભનદાસ કહે છે દ્વાપરમાં જેણે ગોવર્ધન પર્વત ધારણ કરેલ તેજ સ્વરૂપ કલિયુગમાં ફરી પ્રગટયું છે. સર્વ વ્રજલલનાઓ આ સ્વરૂપનો જય થાવ તેમ ગાઈ રહી છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||