|| શ્રી ગોપાલો જયતે ||
ખષ્ટિ દિન હુલ્લાસ માઈ ||
મગ્ન ભઇ રત મંગલ બોલે, નિજજન નેન બિલાસ.||૧||
શ્રીગોપાલલાલનું પ્રાગટય શ્રાવણ વદ છઠના દિવસે થયું તે ભકતગણ માટે આનંદની વાત છે. નિજજનોના નેનમાં આનંદ થયો તેના નેત્રમાં જે સ્વરૂપનો ભાવ હતો તેમાં તન્મય થયા છે.
આનંદભર નાચત હે બ્રજબાસી, ગાવે ગ્યાન પ્રકાશ ||
જેજેકાર મનોહર બાની, અતિ મુખ ઉજજવલ હાસ.||૨||
પ્રભુના પ્રાગટયથી તેમના સ્વરૂપનો જે ભાવ હતો તે ગુણગાન દ્વારા નાચીને આનંદથી વ્યકત કરે છે. પોતાના મુખથી સુંદર વાણી દ્વારા જય હો જય હો કરી મુખ પર પ્રસન્નતા વ્યકત થઈ રહી છે.
ફુલી સબ વસુધા દ્રુમ વેલી, નિરખી રહી બિલાસ ||
ઘોષ કતોહલ દ્વારે ગર્જના, શ્રીજમુનાજી નિકટ નિવાસ.||૩||
પ્રભુનું પ્રાગટય શ્રાવણ માસમાં થયું છે. વર્ષારૂતુએ પોતાનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાવી પૃથ્વીને હરિયાળી કરી છે. શ્રીરઘુનાથજીના ગૃહે દ્વાર પર વિવિધ વાજીંત્રો વાગી રહયા છે. આપે શ્રીમદ્ ગોકુલમાં પ્રાગટય લીધું છે જે શ્રીયમુનાજી ત્યાં વહી રહયા છે.
વ્રજલીલા મકરંદ માધુરી, લલિત ફલિત સુખ રાસ ||
પરસિત ચરન પ્રમોદિત જન જીવન, આવત સંગ સર્વ દાસ.||૪||
જેમ ભ્રમર રસનું પાન કરવા કમળમાં બિડાય તેમ વ્રજલીલા વર્ણવી ન શકાય તેવી સુંદર છે. શ્રીગોપાલલાલના પ્રાગટયથી આ વ્રજલીલાઓ ફરીથી પ્રકાશિત થઈ જે દાસજનો માણી રહયા છે. જીવનદાસ કહે છે શ્રીગોપાલલાલના ચરણકમલમાં સર્વ દાસ- જનો આવી આ રસ માણી રહયા છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||