|| સબ મિલી દેત આશિષ બ્રજબાલ ||

0
99
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

દેત આશિષ બ્રજબાલ સબ મિલી, દેત આશિષ બ્રજબાલ ||
ચિરંજીયો શ્રી ગોપાલ લાડિલો, સકલ ગોખ પ્રતિપાલ.||૧||

વ્રજની સર્વ નાર મળી જ્યાં શ્રીરઘુનાથજીનું આંગણું છે ત્યાં આવી લાલનના મુખનું દર્શન કરી આ બાળક યુગો યુગ સુધી જીવે તેવા આશીર્વાદ આપે છે. સમગ્ર પૃથ્વી ને પોતાને બેસવા માટે ઝરૂખો છે તેવા પ્રભુ શ્રીગોપાલલાલ આ સર્વના પાલક છે.

ધન ધન કુંખ શ્રી જાનકી મૈયા, જીન જાયો એહી બાલ ||
યાહિ તે બ્રજ બાસ બસત હૈ, ફેરી આયે ગિરધરલાલ.||ર||

આવા સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું પુત્ર સ્વરૂપે પ્રાગટય લેવા બદલ માતા શ્રી જાનકી ધન્ય થયા. શ્રીગોપાલલાલના પ્રાગટયથી હવે બ્રજ વસવા – રહેવા યોગ્ય થાશે. જેમ દ્વાપરમાં આપે ગિરિરાજ ધારણ કરેલ, ભક્ત વાત્સલ્ય સ્વરૂપ બસ તેજ સ્વરૂપનું પ્રાગટય ફરી થયું છે.

બહોત દિનકી તૃષા ત્રપત હમ, પ્રગટે પર્મ ક્રીપાલ ||
કાનદાસ ફુલ્યો તેહી ઔસર, નિરખી ભયો નિહાલ.||૩||

પોતાના અંગીકૃત ભકતગણ પર કૃપા કરવા માટે જ આપે પ્રાગટય લીધું છે. ભક્તજનો આપના પ્રાગટયની ઘણાં સમયથી રાહ જોઈ રહયા હતા. આપનું ભક્ત મનોરથ પૂરક સ્વરૂપનું દર્શન કરી કાનદાસ કહે છે હું તે સમયે આનંદથી માતો નથી. આ સ્વરૂપનું દર્શન કરી ધન્ય થયો છું.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને મહેકબેન કડવાણી (બાબરા)ના ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here