|| શ્રી ગોપાલો જયતે ||
ભયો સકલ ઉજીયારો અબ બ્રજ ||
પુરન ચંદ શ્રીગોપાલ પ્રગટ ભયે, તાપ તિમિર અઘ ટાર્યો.||૧||
સકલ વ્રજ શ્રીગોપાલલાલના પ્રાગટયથી આનંદીત થયું. જેમ આકાશમાં પુનમે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત હોય શિતળતા બક્ષે તેમ સોળ કળા સંપૂર્ણ શ્રીગોપાલલાલના પ્રાગટ્યથી વ્રજના જે તાપો પાપો હતા તે નાશ થયા છે.
જન્મયો કુંવર શ્રીજાનકી મૈયા, નેનનહુકો તારો ||
બદન ચારૂ મન હરત સબનકો, પર્મ મનોહર બારો.||ર||
પોતાની આંખમાં જેમ કીકી હોય તેના દ્વારા જ દર્શન થાય તેમ શ્રીજાનકી મૈયા ના સર્વસ્વ રૂપ શ્રીગોપાલલાલનું પ્રાગટય થયું. પોતાના સ્વરૂપથી આ સર્વ વ્રજભકતોના મન હરી લે તેવા શ્રેષ્ઠતમ સ્વરૂપે આપ છો.
બસ્યો હે નિરંતર મેરે જીયા મે, શ્રી રઘુવીર દુલારો ||
રામદાસ પ્રભુ ગોકુલ ફેરી બ્રજ, જન હિત દ્વિજ તન ધાર્યો.||૩||
મારા મનમાં શ્રીરઘુનાથજીના લાલ શ્રીગોપાલલાલનું સ્વરૂપજ વસ્યું છે. રામદાસ કહે છે પ્રભુના પ્રાગટયથી ગોકુલ ફરી વસ્યું છે, આપે પોતાના અંગીકૃત ભગવદ્ ભકતો માટે દ્વિજકુલમાં પ્રાગટય લીધું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||