jayshreegopal.com

|| આજ આનંદ ભયો ગોકુલમેં, પ્રગટે લાલ ગોપાલા ||

|| શ્રી ગોપાલો જયતે ||

આજ આનંદ ભયો ગોકુલમેં, પ્રગટે લાલ ગોપાલા ||
ઘર ઘર દ્વાર શોભિત બંદન, કુમકુમ તિલક સુભાલા.||૧||

ગોકુલમાં શ્રીગોપાલલાલના પ્રાગટયથી ઘરે ઘરે આનંદ થઈ રહયો છે. સર્વ વ્રજ ભકતો પોતાના ગૃહે દ્વાર પર આસોપાલવના તોરણ બાંધી રહયા છે. પોતાના કપાલમાં વિજય કુમકુમનું તિલક કરી રહયા છે.

મન ભાવન પિયાનો મુખ દેખન, સજે સિંગાર સકુમારા ||
કંચન થાલ ભરે મુકતાફલ, ચલી વધાવન લાલા.||ર||

પોતાના પ્રિયતમનું મુખ નિરખવા આ વ્રજયુવતિઓએ સોળે શણગાર સજ્યા છે. પોતાના હાથમાં સોનાની થાળીમાં સાચા મોતી લઈ લાલને વધાવવા આવી રહી છે.

નિરખત મુખ રઘુવીરનંદકો, મગ્ન ભઇ તેહિ કાલા ||
ચિત હિત ચોર લીયો અંતરગત, ઊલટી તન ન સંભારા.||૩||

શ્રીરઘુનાથજીના લાલ શ્રીગોપાલલાલનું સ્વરૂપ દર્શન કરતા સ્વરૂપમાં લુબ્ધ થઈ ગઈ. શ્રીઠાકુરજીએ આ વ્રજભકતોનું ચિત્ત સ્વરૂપ માધુરીથી ચોરી લીધું. પોતાના દેહનું અનુસંધાન રહયું નહી તેવા સ્થિર થઈ ગયા.

ફુલી અતિ જાનકી મૈયા, પેનાઇ બ્રજ બાલા ||
કાનદાસ તેહિ ઓસર ફૂલ્યો, તનમન અરપી નિહાલા.||૪||

સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે લાલના પ્રાગટયથી શ્રીજાનકીમૈયા આનંદિત થયા છે. સર્વ બ્રજબાળા જે વધાઈ આપવા આવી છે તેમને પહેરામણી મન ભરીને કરી છે. કાનદાસ કહે છે હું પણ આ અવસરે આનંદિત થયો છું. મારું તન મન સમર્પણ કરીને હું ન્યાલ થયો છુ.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને હેલીબેન કડવાણી (બાબરા)ના ‘જય શ્રી ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *