|| શ્રી ગોપાલો જયતે ||

મિલી મિલી મંગલ ગાઓ માઇ ||
મંગલ લાલ ગોપાલ પ્રગટ ભયે, મંગલ બાજે બધાઇ.||૧||

હે સખીજનો જેને પૂર્વની લીલા પ્રાપ્ત કરવી છે તે આવો આપણે શ્રીગોપાલ લાલના પ્રાગટયની વધાઈ ગાઈએ. ભકતોના ભાવ પૂરવા મંગળ સ્વરૂપે શ્રીગોપાલલાલ પ્રગટયા છે. શ્રીરઘુવીરના દ્વારે મંગલ સુરથી નોબત વાગી રહી છે.

મંગલ તથ ખષ્ટિ દિન મંગલ, મંગલ ચોક પુરાઈ ||
મંગલ શ્રી રઘુનાથ વલ્લભ ગ્રહે, મંગલ દાન દેવાઇ.||૨||

શ્રાવણ મહિનાની વદ છઠનોદિવસ લઈ મંગલમય કર્યો છે. સ્ત્રીજનોએ પોતાના ચોકમાં મોતીથી સાથીયા કર્યા છે. શ્રીવલ્લભાચાર્યજીના પુત્રના પુત્રના ઘરે એટલે શ્રીરઘુનાથજીના ગૃહે લાલના પ્રાગટયથી જાચક જનોને દાન દેવાઈ રહયું છે.

મંગલ કલશ લીયે બ્રજ સુંદરી, મંગલ ગાવન આઇ ||
મંગલ થાલ ભરે મુક્તાફલ, મંગલ લાલ બધાઇ. ||૩||

પોતાના શિર પર લાલનને વધાવવા ગોપીજનો કલશ લઇને આવ્યા છે. પોતાના કરમાં થાલ લઇ સાચા મોતીથી લાલને વધાવવા આવી રહયા છે .

મંગલ ગુન માગદ સબ ગુની જન, મંગલ બેદ પઢાઇ ||
મંગલ કેસર કીચ મચ્યો સબ, મંગલ નાચ નચાઇ . ||૪||

જેના ગુણો મંગલમય છે તેવા માગદજનો વેદમાંથી મંગલ સ્વરે રૂચાનું ગાન કરે છે. વ્રજલલના પોત પોતાના ઘરમાંથી દુધાળા કેસરયુકત છે તે લઈ પરસ્પર છીરકી રહયા છે. પોત પોતાના ભાવથી વ્રજજનો આંગનમાં નાચી ખુશી વ્યકત કરી રહયા છે.

મંગલ રૂ૫ શ્રી ગિરિવરધરકો, મંગલ પદ પરસાઈ ||
મંગલ રામદાસ મન મધુકર, મંગલ નૌનિધ પાઈ.||૫||

દ્વાપરમાં જેણે ગિરિરાજ ધારણ કરેલ તેજ સ્વરૂપ શ્રીગોપાલલાલનું છે. તેમના ચરણ સ્પર્શ કરી આનંદિત થાઉ, રામદાસ કહે છે મારા મનને ભ્રમર જેવું કરૂં જેથી રસનું પાન કરવામાં લુબ્ધ રહું તે સ્વરૂપ શ્રીગોપાલલાલનું છે. આ સ્વરૂપના આશ્રયથી નવનિધિ મને મળી છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *