|| જે વસુદેવ ગૃહે પ્રગટ ભયે, સોઇ ગોપાલ રઘુવર ગૃહે આયે ||

0
101
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

જે વસુદેવ ગૃહે પ્રગટ ભયે, સોઇ ગોપાલ રઘુવર ગૃહે આયે ||
બચન પ્રમાન પુરાતનકે હિત, પ્રગટે દ્વિજવર દેહ ધરાયે.||૧||

દ્વાપરમાં જે વસુદેવના ગૃહે પુત્ર સ્વરૂપે શ્રીકૃષ્ણચંદ્રનું પ્રાગટય થયું હતું તે જ સ્વરૂપ શ્રીરઘુનાથજીના ગૃહે પધાર્યું છે. આપે દ્વાપરમાં વ્રજલલનાઓને જે વચન આપેલ કે કલિયુગ માં હું આપના નિત્ય રાસ રમણનાં મનોરથ પૂરા કરીશ તે માટે જ આપે દ્વિજ રૂપ દેહ
ધારણ કર્યો છે.

જે બ્રજ બાસી હુતે સબ બ્રજમેં, સોઈ પ્રગટે સબ સોરઠ માંયે ||
તીનકે મનોરથ પુરનકુ પ્રભુ, દ્વારામતિ કે મિષ આયે. ||ર||

દ્વાપરમાં જે વ્રજવાસી સ્ત્રી-પુરૂષો હતા તે બધાનું સોરઠમાં આવવાનું થયું. આ ભગવદ ભકતોના મન મનોરથ પુરવા દ્વારામતિમાં શ્રી રણછોડરાયજીને પાટે પધરાવવા શ્રીરઘુનાથજી સાથે શ્રીગોપાલલાલ પધાર્યા.

ગૃહે ગૃહે પ્રતિ પાઓધારે સબકે, નામ નિવેદન સબહી દેવાયે ||
ભાગ્ય ફળે સબહિ ભકતનકે, સજા ભોગ સિંગાર કરાયે.||૩||

આપે પ્રદેશને નિમિત્ત કરી પોતાના જે દૈવી જીવો સોરઠમાં હતા તેના ગૃહે ગૃહેપધારી પુષ્ટિમાર્ગીય દિક્ષા નામ પામવું તથા સર્વ સમર્પણ કરવું તે કરાવી શરણે લીધા. પોતાના ભકતોના ગૃહે પધારવાથી આ સર્વ દૈવી જીવોના ભાગ્ય ફળ્યા. આપે સર્વ સમર્પણ સ્વીકારી સેવામાં આપી શ્રીઠાકુરજી સાથે રમણ, વિવિધ સામગ્રી તથા શણગારમાં તે વિનિયોગ કરાવી ચિત્ત પોતાનામાં પરોવ્યું.

એહિ લીલા અગનિત ગુન સાગર, કો કવિ કહી શકે જુ બનાયે ||
રામદાસ પ્રભુ ગિરિધર પ્રગટે, દ્રઢ કરી ભક્તિ દીની બઢાએ.||૪||

પ્રભુની લીલાઓ ચરિત્રો વર્ણવી ન શકાય તેવું સ્વરૂપ છે. વેદો પણ આ સ્વરૂપ નો યશ ગાય છે. કવિ પોતે કહે છે હું આ સ્વરૂપનો યશ કઈ રીતે ગાઉ ? રામદાસ કહે છે જેણે ગિરિરાજ ધારણ કરેલ તેજ સ્વરૂપનું પ્રાગટય છે. પોતાના આ સ્વરૂપના નિજ- ભકતોને દર્શન આપી ભકિતમાં વધારો કર્યો છે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને મહેકબેન કડવાણી (બાબરા)ના ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here