jayshreegopal.com

|| આજકો દિન સો ધન્ય સખીરી, નિરખ્યો શ્રી જાનકીનંદ ||

|| શ્રી ગોપાલો જયતે ||

આજકો દિન સો ધન્ય સખીરી, નિરખ્યો શ્રી જાનકીનંદ ||
દરસત ત્રિવિધ તાપ દૂરી તનકો, ઉદિત ભયો આનંદ.||૧||

સખી આજનો દિવસ મારા માટે શ્રેષ્ઠ થયો કારણ કે, શ્રીજાનકી મૈયાના દુલારા શ્રીગોપાલલાલનું મેં દર્શન કર્યું. ત્રણેય પ્રકારના તાપો જે મારે હતા તે દર્શન માત્રથી દૂર થયા. મારા તનમાં આનંદ વ્યાપ્યો છે.

પરસિત ચરન પરમ સુખ ઉપજ્યો, ગયો સકલ દુ:ખ દ્વંદ ||
પ્રફુલ બચન સુન્યો જબ શ્રવણે, તબથે મિટયો સબ ફંદ.||૨||

શ્રીગોપાલલાલના ચરણસ્પર્શ કર્યા ત્યારથી સર્વ શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ થઈ. મારા જે દુ:ખો હતા તે દૂર થયા. જ્યારે મેં મારા કાન દ્વારા પ્રાગટયના સમાચાર સાંભળ્યા ત્યારથી હું આનંદિત થયો. મારા મનમાં પ્રભુ મિલન માટે જે ઉપાયો હતા તે પ્રાગટયના સમાચાર માત્રથી દૂર થયા.

પુરણ કલા પ્રગટે પુરૂષોત્તમ, ગોપાલ ગોકુલ કે ચંદ ||
ભજ્ય કેશોદાસ રઘુનાથ સુવનપદ, જશ ગાવત શ્રુતિ છંદ.||૩||

શ્રીગોપાલલાલ સોળ કળા સંપૂર્ણ, સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ, ગોકુલને પોતાના પ્રાગટયથી શિતળતા આપનાર છે. કેશોદાસ કહે છે શ્રી રઘુનાથજીના લાલ શ્રીગોપાલલાલના ચરણ ગ્રહી ભજીયે. વેદ શ્રુતિ પણ આજ સ્વરૂપનું ગાન કરી રહી છે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકી બેન ગોરડીયા(શિહોર)ના ‘જય શ્રી ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *