|| શ્રી ગોપાલો જયતે ||

આજકો દિન નીકો સખી મોયે, આજકો દિન નીકો ||.
નિરખે લાલ ગોપાલ પુરૂષોત્તમ, વલ્લભકુલકો ટીકો.|| ૧ ||

સખી મારે આજનો દિવસ સુંદર છે, કારણ કે, આજે મેં વલ્લભકુલમાં કારણ સ્વરૂપે પ્રગટ પુરૂષોત્તમ શ્રીગોપાલલાલનું દર્શન કર્યું.

ધન્ય રઘુવીર ધન્ય જાનકી મૈયા, ધન્ય લોક ગોકુલકો ||
ધન્ય વિપ્ર જન્મ પત્રિકા કીની, ધન્ય દિન નામકરણ નીકો.||૨||

શ્રીરઘુવરરાયજી ધન્ય થયા, શ્રીજાનકી મૈયા, આવા પુત્રને જન્મ આપવાથી ધન્ય થયા. વ્રજના લોકો ધન્ય થયા. જેણે શ્રી ગોપાલલાલની જન્મ પત્રિકા કરી તે દ્વિજ ધન્ય થયા. જેણે રાશિ આપી નામ શ્રીગોપાલ ધર્યું તે ધન્ય થયા.

ધન્ય બ્રજબાસી આસપાસકો, બધાયો લાલ ફુનીકો ||
ધન્ય જાચક જન જશ બિસ્તારે, મહા ઉદાર પ્રાકમકો.||૩||

વ્રજની આસપાસ જે જન રહે છે તેમણે પ્રાગટયથી વધાવ્યા છે તે ધન્ય છે. જાચકજનો જે દ્વારપર આવી પ્રગટ પુરૂષોત્તમનો યશ ગાઈ રહયા છે તે ધન્ય છે.

ધન્ય વિઠલેશ દાન બેહુ દીનો, નિવાર્યો ગર્વ સુરપતિકો ||
મોહન મન આનંદ બાઢયો તબ, માગે વાસ વ્રજપુરકો.||૪||

શ્રીવિઠ્ઠલનાથજી સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમના પ્રાગટયથી ધન્ય થઈ ગયા. આપે અગણિત દાન દીધા. ઇન્દ્રનો જે ગર્વ હતો તે આપે દાન આપી તેનું અભિમાન ઉતાર્યું. મોહનદાસ કહે છે પ્રભુના પ્રાગટયથી મારા મનમાં, તનમાં આનંદ વ્યાપી ગયો છે. હું બસ એટલું જ માંગું છું કે મને વ્રજમાં વાસ મળે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *