|| શ્રી ગોપાલો જયતે ||
બાજત બધાઈ દ્વાર રઘુવર, બાજત બધાઈ દ્વાર ||
ઘોર સુનિ ત્રિભોવન ભયો જે જે, ગાવતી મંગલ ચાર. ||૧||
શ્રી રઘુનાથજીના ગૃહે આજે મંગલ વધાઈ વાગી રહી છે. આ અવાજ સાંભળી ત્રણેય ભૂવનમાં જય હો જય હો થઈ રહયું છે. લાલનના પ્રાગટયથી ચારેય દિશાઓમાં મંગલ ગાન થઈ રહયું છે.
ઘેર ઘેર આનંદ ઉમંગ્યો તેહપુર, ઉમંગી સબે બ્રજનાર ||
નિરખી દેત આશિષ જીયો સુત, પૂરન ચંદ્ર ગોપાલ.||૨||
લાલનના પ્રાગટયથી ગોકુલમાં ગૃહે ગૃહે આનંદ થઈ રહયો છે. સર્વ વ્રજલલના પ્રાગટયથી હરખી છે. શ્રી જાનકી મૈયાના લાલને સર્વ વ્રજયુવતી આશિષ આપે છે કે મૈયા તમારો પુત્ર ઘણું જીવો. જેમ ચંદ્રથી શિતળતા થાય તેમ વ્રજમાં આપના લાલનના પ્રાગટય થી જે પ્રભુના દર્શનનો વિરહતાપ હતો તે શીતળ થયો છે.
પ્રમોદિત ભઈ જાનકી મૈયા, પૈનાઈ સબ બાલ||
મનિ કંચન આભરન રંગ રંગ કે, બસનની જાક જમાલ.||૩||
જાનકી મૈયા લાલના પ્રાગટયથી આનંદીત થઈ સર્વ વ્રજયુવતિ જે વધાઈ આપવા આવી છે તેમને મણિ, સોનુ, વિવિધ રંગના આભુષણ, વિવિધ રંગબેરંગી વસ્ત્રો દાનમાં આપી રહયા છે.
નિરખત મુખ સુત કો ફેર ફેરહી, કર ન્યોચ્છાવર લાલ ||
પ્રાગટ કીયો નિજ જનકે કારણ, કાનદાસ બલિહાર.||૪||
વારંવાર લાલનના મુખ નિરખતા તૃપ્તિ થતી જ નથી તેવું સુંદર સ્વરૂપ છે. પોતાનું સર્વસ્વ વારી રહી છે. કાનદાસ કહે છે. હું આ સ્વરૂપ પર મારું સર્વસ્વ ન્યોછાવર કરું છું કારણ કે પોતાના અંગીકૃત ભકતોના મન મનોરથ માટે જ આપ પ્રાગટય લીધું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||